ગુજરાતીઓ માટે ખુશ ખબર, આ તારીખે આવશે ગુજરાતમાં વરસાદ, જાણો વરસાદને લઈને આ મહત્વની આગાહી - Jan Avaj News

ગુજરાતીઓ માટે ખુશ ખબર, આ તારીખે આવશે ગુજરાતમાં વરસાદ, જાણો વરસાદને લઈને આ મહત્વની આગાહી

મિત્રો, જે રાઉન્ડ ની ગુજરાત ના ખૂણે ખૂણે રાહ જોવાઇ રહી છે તે રાઉન્ડ નજીક આવી રહ્યો છે. અત્યારે હું સંપૂર્ણ માહિતી સાથે નથી આવ્યો પરંતુ તમારી અધિરતા ને ખુશી માં પરિવર્તિત કરવા જરૂર આવ્યો છું.

થોડા દિવસ અગાવ કહ્યું હતુ તે રીતે 15/16 તારીખ માં બંગાળ ની ખાડી માં લો પ્રેશર બનશે. જેના થકી 16 થી 18 તારીખ માં રાઉન્ડ ની શરૂઆત થશે. અહીં વારે વારે 16 થી 18 એટલે કહું છું. કેમ કે 18/19 તારીખ થી રાઉન્ડ ની મુખ્ય શરૂઆત થશે પરંતુ 16/17 માં વાતાવરણ બદલાઈ ક્યાંક થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી ની શરૂઆત થશે જેના થકી રાઉન્ડ શરૂ થશે..અને રાઉન્ડ ની મુખ્ય અસર 23/24 સુધી રહી શકે છે.

હવે રહી વાત મુખ્ય મુદા ની કે રાઉન્ડ કેવો રહેશે. તો તમને જણાવી દવ કે લો પ્રેશર નો રૂટ હજુ પણ ફાઇનલ નથી અને તે લો પ્રેશર બને ત્યારે કે તેના એકાદ દી પહેલા ફાઇનલ થશે કે રૂટ કેવો રહેશે ત્યાં સુધી બધું ફરતું જ રહેશે પરંતુ આપણે શકયતા શું રહી શકે તેની વાત કરીએ તો હાલમાં આપણી પાસે બે શકયતા રહેલી છે. પહેલી એ કે લો પ્રેશર શક્તિશાળી ના હોય સામાન્ય હોઇ મધ્યપ્રદેશ પર આવે ત્યાં થી સાવ નબળુ પડી રાજસ્થાન બાજુ જતા વિખેરાઈ જાય. બીજી શકયતા એ રહે કે લો પ્રેશર થોડું શક્તિશાળી હોઈ અને ઉત્તર ગુજરાત રાજસ્થાન બોર્ડર આસપાસ થી પસાર થાય.

પહેલી શકયતા પ્રમાણે સ્થિતિ રહે તો લો પ્રેશર ના ટ્રફ usc ગુજરાત સુધી લંબાઈ ગુજરાત માં 50/60 ટકા આસપાસ વિસ્તાર માં વરસાદ નો ફાયદો આપી જશે અને આ શકયતા માં ગુજરાત રિજન માં વધુ ફાયદો તો સૌરાષ્ટ્ર કચ્છ માં ગુજરાત રિજન ની સાપેક્ષ માં ઓછો ફાયદો રહે પણ ફાયદો તો થશે જ.
અને જો બીજી શકયતા પ્રમાણે રહે તો ગુજરાત ના મોટા ભાગ ના વિસ્તાર બમ્પર ફાયદો આપી શકે અને જલસો કરાવી દે અને જો આની વચ્ચે ની સ્થિતિ પેદા થાય તો 70/80 ટકા વિસ્તાર ને ફાયદો થાય.

ટૂંક માં હવે 50 ટકા ઉપર વિસ્તાર ને વરસાદ નો #લાભ મળશે એ ક્લિયર થઈ ગયુ છે એટલે આપના માંટે એ પણ મોટી #આનંદ ની વાત છે. હવે એ ટકાવારી આગળ કેટલી વધશે એ ટ્રેક પર ડિપેન્ડ હોઈ તેમાં સંપૂર્ણ સ્પષ્ટતા આવશે એટલે એ પણ જણાવીશ આગળ. હજુ આ પ્રાથમિક અપડેટ છે એટલે વિસ્તાર વાઈઝ આગાહી નથી .ધીમે ધીમે આગળ ટૂંક સમય માં બધી અપડેટ આપતો જઈશ.

હાલ તો પ્રાર્થના કરીયે કે બીજી શકયતા પ્રમાણે ની સ્થિતિ રહે અને ગુજરાત ના મારા એક પણ #ખેડૂતમિત્ર ને ખેતર બહાર પાણી નીકળ્યા વગરનું ખેતર ના રહે અને ખેડૂતો ના ખેતરો સાથે મન અને હદય પણ પાણી થી તરબોળ કરે અને ભરપૂર વરસાદ વરસાવે. હવે જે સ્થિતિ હશે તેની જરૂર પડ્યે એક બે દિવસે એક બે દિવસે અપડેટ આપતો જઈશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *