અંબાલાલ પટેલ ની વરસાદની આગાહી, શ્રાવણ મહિનાની શરૂઆત થતા રાજ્યના સારા વરસાદના એંધાણ - Jan Avaj News

અંબાલાલ પટેલ ની વરસાદની આગાહી, શ્રાવણ મહિનાની શરૂઆત થતા રાજ્યના સારા વરસાદના એંધાણ

રાજ્યભરમાં છેલ્લા કેટલાય સમયથી મેઘરાજાએ વિદાય લઈ લીધી હોય તેવું લાગી રહ્યુ છે. દરમિયાન એક તરફ ખેડૂતોના પાકને પાણીની ખૂબ જ જરૂરિયાત છે ત્યારે બીજી તરફ ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ વરસાદ થઈ રહ્યો નથી. દરમિયાન આજથી શ્રાવણ મહિમાની શરુઆત થતા હવે આ મહિનામાં વરસાદ થાય તેવી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

લાંબા સમયથી વરસાદ ન થતા લોકો મૂંઝવણમાં છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અગત્યની માહિતી આપવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાંથી હજુ ચોમાસાએ લીધી નથી. થોડા દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર ચોમાસુ સક્રીય થશે.

પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. 14 અને 15 ઓગસ્ટ દરમિયાન વરસાદનુ જોર વધશે. બાદમાં 18 ઓગસ્ટથી લઈને 24 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે. આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે. ઓગસ્ટ મહિનાના છેલ્લા પંદર દિવસોમાં મઘા નક્ષત્ર રહેશે. મઘા નક્ષત્ર દરમિયાન સારો વરસાદ થાય છે તેથી ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં સારા વરસાદની શક્યતા છે. મઘા નક્ષત્ર દરમિયાન થતા વરસાદથી કૃષિ પાકને પણ ખૂબ ફાયદો થાય છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે વરસાદમાં ભારે અનિયમિતતા જોવા મળી છે. રાજ્યના 18 તાલુકાઓને બાદ કરતાં રાજ્યના બાકીના વિસ્તારોમા વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે. ઝોન મુજબ વાત કરીએ તો ઉત્તર ગુજરાત ઝોન અને કચ્છ ઝોનમાં ઓછો વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *