અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે કડાકા ભડાકા સાથે વરસાદ - Jan Avaj News

અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે કડાકા ભડાકા સાથે વરસાદ

ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ઓછા વરસાદને કારણે હાલમાં ડેમની સપાટીમાં કોઇ વધારો થયો નથી. જેના કારણે હાલમાં ડેમોની બોટમ પણ દેખાઈ રહી છે અને જો વરસાદ ન થવાનું ચાલુ રહેશે તો પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જૂન-જુલાઇનો મોટો હિસ્સો સૂકો રહ્યા બાદ સરેરાશ કરતા વધારે વરસાદ પડશે.

બંગાળાની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદની શક્યતા: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલમાં બંગાળાની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે જેના કારણે ઓગસ્ટના બીજા અઠવડિયામાં રાજ્યભરમાં ચોમાસું ફરી જામશે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે 18 ઓગસ્ટ બાદ રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડશે.

આ વિસ્તારોને ચોમાસુ ઘમરોળશે: અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટના બીજા સપ્તાહમાં વરસાદી માહોલ જામશે. આ ઉપરાંત 18 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થશે. તો આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ ઓગસ્ટના અંત સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે ખેડૂતો માટે વાવણી માટે અનુકૂળ વરસાદની આગાહી કરી છે.

ભારતમાં કૃષિ માટે ઓગસ્ટ-સપ્ટેમ્બર વરસાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચોમાસાના ચાર મહિનાને કારણે, આ બે મહિના સૌથી વધુ વરસાદ લાવે છે. જોકે, હવામાન વિભાગના તમામ પરિમાણો અનુસાર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સરેરાશ વરસાદ 8 થી 105 ટકા રહેશે. સમગ્ર દેશમાં જ્યારે કુલ 2.5 મીમી વરસાદ પડશે. જો આપણે જળાશયની સ્થિતિ વિશે વાત કરીએ, તો આ વર્ષે સરેરાશ રકમ ગયા વર્ષ કરતા 5 ટકા થી 15 ટકા ઓછી છે.

હાલમાં વરસાદ પર આધારિત ખેતી માત્ર ઝરમર વરસાદને કારણે લીલી થઈ રહી છે, પરંતુ જો વધુ વરસાદ નહીં થાય તો પાકને નુકસાન થવાનો ભય છે અને કૂવાનું તળિયું નીચે જશે. સાનુકૂળ વાતાવરણની આગાહી સાથે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વરસાદ ચાલુ રહે અને કેટલાક વિસ્તારો સૂકા રહે તો વરસાદની સિઝનમાં પાણી ભરાવાની પ્રથા અને દુષ્કાળની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *