અંબાલાલ પટેલે આગામી 72 કલાકની કરી જોરદાર વરસાદની આગાહી

આગમી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠના કેટલાંક વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. જેનાં પરિણામે સુરત, વલસાડ નવસારી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરવામાં આવી છે.

ગાંધીનગરમાં આજે રાજ્યના વેધર વૉચ ગૃપની બેઠક યોજાઇ હતી. જેમાં જાહેર કરાયેલી માહિતી અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો ૩૧૧ મીમી વરસાદ નોંધાયો છે અને ૭૯ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે વિવિધ વિસ્તારોમાઁ એન.ડી.આર.એફ.ની આઠ ટીમ તૈનાત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. 36 કલાકમાં પારડીમાં 9 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગુરુવારે 196 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યાં હતા.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ 18 ઑગસ્ટથી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે 19મી ઑગસ્ટથી આજે સવારે 20મી ઑગસ્ટના સવારે 6.00 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યમાં 139 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ છે. તો આગામી બે દિવસ પણ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 3 દિવસ રાજ્યના આ વિસ્તાર માટે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા વરસાદની વાત કરીએ તો વલસાડમાં 133 મીમી એટલે કે 5.25 ઇચ, પારડીમાં 132 મીમી, ધરમપુરમાં 120 મીમી, લીલીયામાં 114 મીમી, વાપીમાં 109 મીમી, અમરેલીમાં 108 મીમી, વઘઈમાં 85 મીમી, હાંસોટમાં 81 મીમી, તાપીના ડોલવણમાં 79 મીમી, નવસારીના ખેરગામામાં 75 મીમી, વાંસદામાં 74 મીમી, ઉમરગામમા 73 મીમી, વ્યારામાં 69 મીમી સુરતના પલસાણામાં 64 મીમી, કપરાડામાં 64 મીમી વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં હાલમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે તો અન્ય વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે અંબાલાલે 20-21 અને 22 તારીખના રોજ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *