હવામાન વિભાગની આગાહી, કડાકા ભડાકા સાથે વરસાદ માટે તૈયાર રહેજો, જાણો ક્યાં વિસ્તારમાં આવશે - Jan Avaj News

હવામાન વિભાગની આગાહી, કડાકા ભડાકા સાથે વરસાદ માટે તૈયાર રહેજો, જાણો ક્યાં વિસ્તારમાં આવશે

હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે. જ્યારે કેટલાક લોકો હજુ પણ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં વરસાદ કેટલાક ભાગોમાં ખેંચાયો છે ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો વરસાદથી વંચિત છે.

હવામાન વિભાગના મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ એટલે કે તારીખ 24 થી 27 જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શકયતા રહેશે. 23 જુલાઈ પછી પુષ્ય નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે.

આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી: હવામાન ખાતાની આગાહી મુજબ દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર ઉપર સાયક્લોનિક સરકયુલેશન દક્ષિણ ગુજરાત પર છવાયું છે. 24 અને 25 તારીખે ભારેથી અતિ ભારે કહી શકાય તેવો વરસાદ સુરત, નવસારી, વલસાડમાં વરસી શકે છે. જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ ભરૂચ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસશે.

હવામાન વિભાગના મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી 2 દિવસમાં વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 26 તારીખે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત 27 તારીખે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસશે.

જગતના તાતમા ખુશીનો માહોલ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને જોતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. વાવણી લાયક વરસાદને કારણે પાક પણ સારો થાય છે. વરસાદની આગાહીને કારણે જગતના તાતમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *