આગામી 3 દિવસ ગુજરાત ના આ જિલ્લા માં વરસાદની આગાહી, આટલા ગામો ને કરવામાં આવ્યા એલર્ટ - Jan Avaj News

આગામી 3 દિવસ ગુજરાત ના આ જિલ્લા માં વરસાદની આગાહી, આટલા ગામો ને કરવામાં આવ્યા એલર્ટ

વલસાડમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં 1 લાખ ક્યુંસેક પાણીની આવક થઈ. પરિણામે દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું જેના કારણે નદી તોફાની બની. નદી તોફાની થવાને કારણે આસપાસના 35 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં લાબા વિરામ બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે વલસાડમાં પણ મેઘરાજા ગાજવીજ સાથે વરસ્યા છે. સતત છેલ્લા 2 દિવસથી વલસાડમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક જેટલી પાણીની આવક થઈ ગઈ છે. વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં અહીયા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

નદીમાં આટલા હજાર ક્યુસેક પાણી છોડાયું : મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થવાને કારણે દમણગંગા નદીમાં પછી 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવામાં ન આવતું તો ડેમ ઓવરફ્લો થઈ શકે તેવી સ્થિતી હતી. જેથી તંત્ર દ્વારા દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્ચું.

આટલા ગામને કર્યા એલર્ટ : જોકે દમણગંગા નદીમાં પાણી છોડવાને કારણે નદી તોફાની બની ગઈ છે. જેના કારણે વાપી દાદરાનગર હવેલી તેમજ દમણના કુલ 35 ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ 35 ગામમાં નદી તોફાની બનવાને કારણે ગમે ત્યારે પાણી આવી શકે છે. જેના કારણે ગામમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

36 કલાકમાં અતિભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 36 કલાકમાં હજું ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તે આગાહીને અનુલક્ષીને મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું. કારણકે પહેલાથી 1 લાખ ક્યુંસેક જેટલું પાણી ડેમમાં હતું. જો પાણી છોડવામાં ન આવતું તો ડેમ ઓવરફ્લો પણ થઈ જતો.

સુરતમાં 8 ઈચ વરસાદ : ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ મેઘરાજા ગત રાત્રીએ મન મુકીને વરસ્યા હતા. ગઈકાલે રાતે સુરત શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 8 ઈચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ હતી. સાથેજ અમુક પરિવારોનું તો તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાંથી રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું.

તમે આ સમાચાર Jan Avaj News ના માધ્યમ થી વાંચી રહ્યા છો અને જો તમને આ સમાચાર પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અમને ચોક્કસ જણાવશો અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મોકલી પણ શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી બધા વાચકો સુધી પહોચાડી શકીએ અને ફેસબુક ઉપર મુખ્ય સમાચારો, સરકારી યોજના, હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ ને ફોલો પણ કરી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા જ રહીશું-આ આર્ટીકલ વાંચવા બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *