બંગાળની ખાડીમાં લો પ્રેશર મજબૂત બન્યું, આ તારીખે વિજળીના કડાકા સાથે વરસાદનું રેડ એલર્ટ, ભારે વરસાદ ની આગાહી - Jan Avaj News

બંગાળની ખાડીમાં લો પ્રેશર મજબૂત બન્યું, આ તારીખે વિજળીના કડાકા સાથે વરસાદનું રેડ એલર્ટ, ભારે વરસાદ ની આગાહી

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.જ્યારે સોમવારે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

બંગાળાની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ભારે વરસાદ થશે: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળાની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં ભારે થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લો પ્રેશર સર્જાતા સોમવારે અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વિભાગના જણાવ્યા અનુસાર અરવલ્લીના માલપુર અને મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉપરાંત મોડાસાના જંબુસર, મોતીપુરા અને ઉમેદપુર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જ્યારે મહિસાગરમાં પણ વાવણી લાયક વરસાદ વરસ્યો છે.

જગતના તાતમા ખુશીનો માહોલ સર્જાયો: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે જેથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. વીરપુર અને સંતરામપુરમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તો પાટણના ખલીપુર, સુજની પુર અને કુણઘેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા ત્રણ ઈંચ અને હિંમતનગરમાં દોઢ ઈંચ વરસાદ થતા લોકો ખુશ થયા છે.

અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના: છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ભારે વરસાદ વરસવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ડાંગમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદ થતા લોકોને ગરમીથી ભારે છુટકારો મળશે. નવસારી જિલ્લામાં અને વાંસદા તાલુકામાં વરસાદ વરસ્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

તાપીના વ્યારામાં પણ મેઘમહેર થઇ છે. તાપીના વ્યારા, વાલોડ,,સોનગઢ, ડોલવણ તાલુકામાં વરસાદ વરસ્યો છે. નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. ત્યારે બીજી તરફ ગોંડલમાં પણ બીજા દિવસે ધોધમાર વરસાદ યથાવત રહ્યો હતો. જુનાગઢના માણાવદર તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો અહી સવારથી બપોર સુધીમાં પાંચથી સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. જેથી લોકો ખુશ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *