વરસાદ ની રાહ જોતા લોકો માટે સારા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી અગત્યની આગાહી - Jan Avaj News

વરસાદ ની રાહ જોતા લોકો માટે સારા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી અગત્યની આગાહી

બંગાળની ખાડીમાં આજથી ઊભા થયેલ લો પ્રેશર સિસ્ટમને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. લો પ્રેશર સિસ્ટમને કારણે સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યના ઘણા વિસ્તારોમાં જોવા મળી છે. આજે બપોર પછી થી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દરમિયાન આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલની સ્થિતિ અંગે હવામાન વિભાગ અને રોમન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે, હાલ બંગાળની ખાડીમાં પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત બન્યું છે. જેને કારણે 30 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર ગાજવીજ સાથે અતિભારે વરસાદની શક્યતા છે.

વેધર ચાર્ટના અભ્યાસ પરથી જણાઈ રહ્યું છે કે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વાદળોનો ઘેરાવો એટલે કે વાદળનો ટ્રફ મજબૂત બનશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું જોર જોવા મળશે. આ સિવાય છેલ્લા કેટલાય સમયથી મધ્ય ગુજરાતમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે. ત્યારે હવે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના એ વિસ્તારો કે જ્યાં વરસાદની અછત વર્તાઈ રહી છે ત્યાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને અગત્ય ની આગાહી કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલમાં પુષ્પ નક્ષત્ર ચાલી રહ્યું છે. 1 ઓગસ્ટ ના રોજ પુષ્પ નક્ષત્ર પૂરું થશે. ત્યારે હવે પુષ્પ નક્ષત્રના અંતિમ દિવસો દરમિયાન એટલે કે ચાર દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે.

વધુમાં હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે પુષ્પ નક્ષત્ર પછી આશ્લેષા નક્ષત્ર બેસે છે. આશ્લેષા નક્ષત્રમાં વાહન મોર છે. નક્ષત્રનું વાહન મોર હોય છે તે નક્ષત્ર દરમિયાન ખૂબ સારો વરસાદ જોવા મળે છે. જેથી આવતા ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે.

આપને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં રાજ્યનો સિઝનનો કુલ ૩૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમ છતાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને બાદ કરતાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની ભારે અછત જોવા મળી રહી છે. ત્યારે હવે આવુ મનપા દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધા છે.

ઘણા લાંબા સમય પહેલા એક પ્રાઇવેટ વેધર કંપનીએ આગાહી કરી હતી કે આ વર્ષે વરસાદમાં અનિયમિતતા જોવા મળશે. પ્રાઇવેટ કંપની ની આગાહી મુજબ જ આવશે વરસાદમાં ભારે અનિયમિતતા જોવા મળી રહી છે. હવામાન વિભાગ તથા હવામાન શાસ્ત્રીઓની અને વરસાદની પરિસ્થિતિમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઘણા પર્યાવરણ શાસ્ત્રીઓ નું કહેવું છે કે, ગ્લોબલ વોર્મિંગ અને વૈશ્વિક આબોહવામાં થયેલા ફેરફારને કારણે ગુજરાત સહિત ભારતમાં વરસાદની અનિયમિતતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *