વરસાદ અંગે અંબાલાલ પટેલ ની મોટી આગાહી, આવનારા મહિના માં આ વિસ્તાર માં પડશે વધુ વરસાદ - Jan Avaj News

વરસાદ અંગે અંબાલાલ પટેલ ની મોટી આગાહી, આવનારા મહિના માં આ વિસ્તાર માં પડશે વધુ વરસાદ

રાજ્યમાં અચનાક વરસાદનું વધારે જોર જોવા મળ્યું છે,આટલું જ નહિ પરંતુ ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી પણ ગયો છે,જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.હવામાન વિભાગ મુજબ જોવામાં આવે તો અત્યાર સુધીમાં સીઝનનો આશરે 34 ટકા વરસાદ પડી ગયો છે,જે ગયા વર્ષ કરતા ઓછો કહેવામાં આવી રહ્યો છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયાથી દક્ષીણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે જેમાં 36 ટકા વરસાદ પડી ગયો છે.હાલમાં તો હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે 30 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડતો જોવા મળી શકે છે.આટલું જ નહિ પરંતુ આવતા મહીને વધારે વરસાદનું જોર જોવા મળી શકે છે જે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને એક આગાહી કરી છે જેમાં એવું જણાવ્યું છે કે 30 જુલાઈ પછી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે,કારણ કે બંગાળની ખાડીમાં ફરી એક લો પ્રેશર ઉભું થઇ ગયું છે.આ ઉભું થઇ રહેલા લો પ્રેશરને લઈને વરસાદી સીસ્ટમ વધારે સક્રિય જોવા મળશે,જેમાં ખાસ કરીને ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ જોવા મળશે.

હવામાન શાસ્ત્રી એવું જાણવી રહ્યા છે કે ઓગસ્ટની શરૂઆતમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડતો જોવા મળશે,જયારે ભારે વરસાદને કારણે નદીઓનું જળસ્તર વધી શકે છે.જયારે દક્ષીણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે જેના લીધે અહીની નદીનું જળ સ્તર પણ વધતું જોવા મળી શકે છે.આવતા દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં સારો વરસાદ જોવા મળશે.

અંબાલાલ પટેલેએ એવું જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસની શરૂઆતમાં વધારે સારો વરસાદ જોવા મળશે.કારણ કે ઓગસ્ટથી શુક્ર કન્યા રાશીમાં આવી રહ્યો છે જેના લીધે સારો વરસાદ પડતો જોવા મળી શકે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં તો સારો એવો વરસાદ પડી ગયો હોવાથી કૃષિ પાકોમાં વધારો થઇ ગયો છે.

શ્રાવણની શરૂઆતમાં અને ઓગસ્ટ મહીનાની પાછલી તારીખોમાં વધારે વરસાદ જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.હાલમાં તો રાજ્યમાં વરસાદનું જોર ઓછુ જોવા મળ્યું છે,પરંતુ આવતા ત્રણ દિવસમાં ફરી ભારે વરસાદ જોવા મળી શકે છે.હાલમાં તો વલસાડમાં 33 ઈંચ જેટલો વધારે અવર્સાદ પડી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *