તો આ કામ કરનારા લોકો ક્યારેય સુખી થતા નથી, રહે છે હંમેશા દુઃખી અને ચિંતિત …. - Jan Avaj News

તો આ કામ કરનારા લોકો ક્યારેય સુખી થતા નથી, રહે છે હંમેશા દુઃખી અને ચિંતિત ….

હિન્દુ ધર્મમાં ઘણા બધા જૂના ગ્રંથો છે તેમાથી એક મહત્ત્વનો ગ્રંથ છે ગરુડ પુરાણ. તેમાં વિસ્તારથી ભગવાન વિષ્ણુની ભક્તિ વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી શું થાય એના વિશે જણાવવામાં આવ્યું છે તેમજ તેમાં મનુષ્યના જીવન સાથે જોડાયેલ મહત્વની વાતો વિષે પણ જણાવવામાં આવ્યું છે. તેમાં કેટલીક એવી ભૂલ વિશે જણાવવામાં આવ્યું છે, જે ભૂલ કરવાથી માણસના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. આ ભૂલને કારણે તમારું સૌભાગ્ય તમારા દુર્ભાગ્યમાં બદલી જાય છે, એટલા માટે આવી ભૂલો કરવાથી બચવું જોઈએ. આવો જાણી એ કઈ કઈ ભૂલ છે.

પૈસાનો અહંકાર કરવા વાળા : માણસે ક્યારેય પણ પોતાના પૈસા ઉપર અહંકાર કરવો જોઈએ નહીં. અહંકારની ભાવનાથી વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ અહંકારમાં આવીને બીજા માણસોનું સન્માન નથી કરતા, સાથે જ બીજાને નીચા દેખાડવાના પ્રયત્ન કરતા રહે છે. પોતાનાથી નબળા લોકોને નીચા દેખાડવા અથવા તો એ લોકોને નુકશાન પહોંચાડવાને ધાર્મિક ગ્રંથોમાં પાપ માનવામાં આવે છે. પૈસાનો અહંકાર કરવા વાળા વ્યક્તિથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ખૂબ જલદીથી આવા લોકોના પૈસા નષ્ટ થઈ જાય છે. વ્યક્તિએ પોતાના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

લોભની ભાવના રાખવાવાળા : ગરુડ પુરાણ મુજબ બીજાના પૈસા જોઈને મનમાં લાલચ લાવવા વાળા વ્યક્તિ ક્યારેય ખુશ નથી રહી શકતા. પૈસાની લાલચ કરવી અને ખોટી રીત અપનાવીને પૈસા મેળવવાના પ્રયત્ન કરવા વાળા વ્યક્તિ, આ જન્મની સાથે જ આગલા ઘણા જન્મોમાં પણ સંતુષ્ટિ નથી મેળવી શકતા નથી.

બીજાની નિંદા કરવા વાળા : ગરુડ પુરાણ મુજબ કોઈપણ વ્યક્તિની નિંદા કરવી એ પાપ સમાન હોય છે. નિંદા કરવામાં વ્યક્તિને ખૂબ જ આનંદનો અનુભવ થતો હોય છે પરંતુ તે માત્ર તેનો મૂલ્યવાન સમય બરબાદ કરતો હોય છે. આવા લોકો પોતાના જીવનમાં ક્યારેય સફળ બની શકતા નથી જેને કારણે એ લોકો દુઃખી રહે છે.

મેલા વસ્ત્રો પહેરવા વાળા : જે લોકો અસ્વચ્છ રહે છે તેમજ ગંદા વસ્ત્રો પહેરે છે તેના ઉપર ક્યારે માં લક્ષ્મીની કૃપા રહેતી નથી, તેમજ તેને હંમેશાં પૈસાનો અભાવ રહે છે. ગંદા વસ્ત્રોને દરિદ્રતા અને નિશાની માનવામાં આવે છે એટલા માટે હંમેશા વ્યક્તિએ સાફસુથરા કપડા પહેરવા જોઈએ.

રાત્રે દહીંનું સેવન કરવું : ગરુડ પુરાણમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે શરીરને સ્વસ્થ રાખવું હોય તો મનુષ્યએ ક્યારેય પણ રાતે દહીંનું સેવન ન કરવું જોઈએ. તેનાથી આરોગ્ય નબળું પડી જાય છે તેમજ તમારે ભવિષ્યમાં શારીરિક કષ્ટ ઉઠાવવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *