24 કલાક માં અતિ પવન સાથે ભારે માં ભારે વરસાદ ની આગાહી,જુલાઈ 3 તારીખે થી 6 તારીખે આ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી રેડ એલેટ,આ 4 વિસ્તારોમાં પડશે 100% વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદના લોકોને ભારે ઉકળાટનો સામનો કર્યા બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે. પરંતુ આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે 4 જુલાઈ સુધી અમદાવાદમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. વિભાગના જણાવ્યા અનુસાર હાલ સુધીમાં અમદાવાદમાં મોસમનો 5.23 ઇંચ વરસાદ પડ્યો છે.ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જુલાઈ મહિનામાં વરસાદ અંગે આગાહી કરી છે.

આઇએમડીએ કહ્યું કે જુલાઇમાં દેશમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.તે જ સમયે, હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સાંજે ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે, વિભાગે કહ્યું કે, આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ‘લૂ’ ની પરિસ્થિતિ રહેવાની સંભાવના છે.રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંધાયો: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગત સોમવારના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વાવણીલાયક વરસાદ પડ્યો હતો.

ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે થયેલા ભારે વરસાદને કારણે અને વાતાવરણમાં ઠંડક પ્રસરવાને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની કોઈ આગાહી નથી.તો બીજી તરફ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે રાજ્યના બાકીના ભાગમાં સામાન્ય વરસાદ રહે છે.આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદ થશે.છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાંથી વરસાદ ગાયબ થઈ ગયો છે. ન વાદળછાયુ વાતાવરણ બને છે, ન તો વરસાદ આવે છે. વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને ગરમી છે.

હાલ સુધીમાં ચોમાસાનો સરેરાશ 13.31 ટકા વરસાદ નોંધાયો .રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાનો સરેરાશ 13.31 ટકાવરસાદ નોંધાયો છે. વિભાગના જણાવ્યા અનુસાર ગત વર્ષે અત્યાર સુધીમાં એટલે કે 30 જૂન સુધીમાં સરેરાશ 14.32 ટકાવરસાદ થયો હતો. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવેલ છે. જે અનુસાર સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં આગામી 24 કલાકમાં વરસાદી માહોલ જોવા મળશે.

ત્યારે જો તમે વરસાદની રાહ જોઈ રહ્યા છો તે તમારા માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાના અપડેટ મુજબ, હાલ ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જુલાઈમાં સામાન્ય 94થી 106 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે. ત્યારે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જુલાઈ મહિનામાં ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આ મહિનામાં વરસાદની પરિસ્થિતિ ને લઈને વરસાદનો વરતારો કરવામાં આવ્યો છે. ગયા મહિના દરમિયાન થોડો વરસાદ થયા બાદ વરસાદે વિરામ લીધો છે. ત્યારે આ મહિનામાં સારા વરસાદની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.વરસાદ મામલે હજીપણ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હજી એક સપ્તાહ વરસાદ નહિ આવે. હવામાન ખાતાપાસેથી મળતી માહિતી અનુસાર, હાલ વરસાદ આવે એવી એકેય સિસ્ટમ ઉદભવી નથી.

જુલાઈ મહિનામાં વરસાદ અંગે આગાહી કરતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવ્યું હતું કે, જુલાઈ મહિનામાં વરસાદ નું પ્રમાણ એકંદરે સારું રહેશે. 5 જુલાઈ પછી ખેતરોની અંદર જીવજંતુઓનો પ્રમાણ વધશે જેથી ખેડૂતોએ સાવચેત રહેવું.દક્ષિણ ગુજરાતમાં અતિ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. વર્તમાન સીઝનમાં જરૂરિયાત મુજબનો વરસાદ થયો છે.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 13 જુલાઈ પછી ચોમાસું પ્રબળ રીતે સક્રીય થશે. જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયાથી વરસાદનુ જોર વધશે અને છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ થવાની શક્યતા છે.

જુલાઈ મહિનામાં ચોમાસું એકંદરે સારું રહેશે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. જે વિસ્તારોમાં હજુ સુધી વાવણી થઈ નથી તે વિસ્તારોમાં આ મહિનામાં વાવણી થઇ જશે.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સિઝનનો 13 ટકાથી વધુ વરસાદ થઈ ચુક્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જૂન મહિનામાં ઓછો વરસાદ થયો છે. હાલ વરસાદી પવન નબળા પડયા હોવાથી રાજ્યમાં વરસાદ જોવા મળ્યો નથી. પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે 7 જુલાઈ પછી વરસાદી પવનો પ્રબળ બનશે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ થશે.હાલ આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળે તેવી એવી શક્યતાઓ છે.

આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, વાપી અને ડાંગ તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતાઓ છે.રાજ્ય ભરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જગતનો તાત વરસાદની આશા રાખીને બેઠો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા અગત્યની માહિતી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ સુધી વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. જેથી જગતના તાતને વરસાદની રાહ જોવી પડશે.હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. માહિતી અનુસાર સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં હળવેથી મધ્યમ વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 3 દિવસ સુધી પવનની ગતિ તેજ રહેશે જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *