હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં 3 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લા માં આવશે વરસાદ - Jan Avaj News

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં 3 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લા માં આવશે વરસાદ

ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થયો છે, તો ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદ વરસશે. આ ત્રણ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 3 ઓગસ્ટે ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 33 ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે હજુ પણ 29 ટકા વરસાદની ઘટ છે.

લો પ્રેશર સક્રિય થતા હવામાન વિભાગે વરસાદને લઈ મોટી આગાહી કરી છે. જેને લઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 1લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે 2 અને 4 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ મેઘરાજા મહેરબાન થઈ શકે છે.

રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી : જ્યારે મોડાસા, પાટણ, મહેસાણામાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે તો આ તરફ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર, નડિયાદ, ખેડામાં પણ ભારે વરસાદની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.મહત્વનું છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયા બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે

ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે રાજ્યમાં 31 જુલાઈ બાદ બે દિવસમાં સરસાદી સિસ્ટમ સક્રિય થશે જે બાદ ગુજરામાં ફરી વરસાદી માહોલ સર્જાય તેવું જોવા મળી રહ્યું છે. હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે જેને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

મોડાસા, પાટણ, મહેસાણામાં વરસાદ પડશે : ઉલ્લેખનીય છે કે સારા વરસાદથી રાજ્યના ડેમોમાં પાણીની આવક થઇ છે. જેમાં રાજ્યના 207 ડેમમાંથી 5 ડેમ ફુલ ભરાયા છે. અમરેલીનો ધાતરવડી ડેમ, જામનગરનો ફુલજર-1 ડેમ, અમરેલીનો સુરજવાડી ડેમ, રાજકોટનો મોતીસર ડેમ અને દ્વારકાનો કાબરકા ડેમ ફુલ ભરાયો છે. જ્યારે રાજ્યના 9 ડેમ હાઈઅલર્ટ પર છે. અને રાજ્યના 7 ડેમને અલર્ટ પર રખાયા છે.

આ સાથે હવામાન શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં આગાહી કરતા જણાવ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે જેના લીધે નર્મદા નદીનું જળસ્તર વધે. દક્ષિણ ગુજરાતમાં પણ તાપી નદીનું જળસ્તર વધે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પાંચથી 8 ઓગસ્ટ સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, આ ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ગીર, સોમનાથ, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં મેઘમહેર થઇ શકે છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આ ચોમાસાનો સૌથી વધુ વરસાદ વલસાડમાં 33.70 ટકા વરસાદ થયો છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 20.23 ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ એટલે કે 35.19 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં 5.27 ઈંચ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે 28.16 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30.56 ઈંચ સાથે 30.08 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે 31.89 ટકા વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં આ સિઝનનો 34.90 ટકા, પાટણનો 41.76 ટકા તથા બનાસકાંઠામાં 25.96 ટકા વરસાદ નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ વરસાદ હાથતાળી આપી રહ્યો છે. વાદળછાયા વાતાવરણમાં થોડા થોડા સમયે વરસાદી ઝાપટાં થઇ રહ્યાં છે પરંતુ જોરદાર વરસાદ વરસી નથી રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *