તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ વ્યક્તિ Bigg Boss 15 માં દેખાશે ! મનોરંજન થશે ડબલ - Jan Avaj News

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ વ્યક્તિ Bigg Boss 15 માં દેખાશે ! મનોરંજન થશે ડબલ

તારક મહેતા ઉલ્ટા ચશ્મા એક એવી સિરિયલ છે જે ઘર ઘરમાં પ્રખ્યાત છે.જેને તેના દર્શકોનું ખુબ દિલ જીત્યું છે. ત્યારે હવે બિગ બોસ 15 શરૂ થયા પહેલાથી જ ચર્ચામાં છે. આ શોમાં મોટા મોટા સેલેબના નામ જોડાઈ રહ્યા છે. અહેવાલ આવી રહ્યા છે કે ઘણા સ્ટાર્સને શોમાં સ્પર્ધક તરીકે આવવા ઓફર આપવામાં આવી છે. તાજેતરમાં સુનીલ ગ્રોવર ને બિગ બોસ માટે ઓફર મળ્યાના અહેવાલ આવ્યા છે. તરત જ બીજા મોટા સમાચાર આવ્યા છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં સોનુ ભિડેનું પાત્ર નિભાવનાર નિધિ ભાનુશાલીને પણ બિગ બોસ માટે ઓફર મળી છે. નિધિનું નામ સામે આવતા જ ફેન્સ ઘણા ખુશ છે.

અહેવાલ મુજબ, નિર્માતાઓએ બિગ બોસ 15 માટે નિધિનો સંપર્ક કર્યો છે. જો કે, નિધિ તરફથી આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. તમને જણાવી દઈએ કે નિધિએ વર્ષ 2019 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છોડી દીધી હતી. નિધિએ પોતાનો અભ્યાસના કારણે આ શો છોડવાનું કારણ આપ્યું હતું. નિધિએ કહ્યું કે તે શોને કારણે તેના અભ્યાસમાં ધ્યાન આપી શકતી નથી.

સોશિયલ મીડિયામાં નિધિ એક્ટીવ : નિધિ ફરી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ. હવે તે તેના બોલ્ડ ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. નિધિ એક ઇન્ટરનેટની મોસ્ટ પોપ્યુલર સેલિબ્રિટી છે. હવે જો નિધિ બિગ બોસમાં આવે છે, તો જોવું રહ્યું કે મનોરંજન કઈ હદ સુધી જાય છે.

જોકે આ નામમાંથી કોઈનું નક્કી નામ આવ્યાના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ જો નિધિ અને આ નામ એક સાથે જોવા મળે છે તો મનોરંજન ખુબ વધુ મળી શકવાની શક્યતાઓ છે.

બિગ બોસ ઓટીટી પ્રીમિયર : આ વખતે બિગ બોસ 15 ટીવી પહેલા OTT પર પ્રીમિયર થશે. કરણ જોહર સલમાન ખાનની જગ્યાએ બિગ બોસ ઓટીટી હોસ્ટ કરશે. કરણ પહેલી વખત બિગ બોસને હોસ્ટ કરવા જઇ રહ્યો છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એ જોવા માંગે છે કે કરણ સલમાનની જેમ દર્શકોના દિલ જીતી શકશે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *