હવે જામશે ચોમાસું,આગામી 5 દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી,જાણો ક્યાં વિસ્તારમાં પડશે કેટલો વરસાદ - Jan Avaj News

હવે જામશે ચોમાસું,આગામી 5 દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી,જાણો ક્યાં વિસ્તારમાં પડશે કેટલો વરસાદ

ગઈ કાલે શનિવારે અને આજે રવિવારે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આગામી 48 કલાકની અંદર વરસાદના બીજા રાઉન્ડનું આગમન થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. ત્યારે હવે આ અંગે ગુજરાતના બે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને અશોક પટેલ દ્વારા વરસાદના બીજા રાઉન્ડ અંગે અગત્યની આગાહી કરવામાં આવી છે.

જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા 12 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ અંગે અગત્યની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 જુલાઈના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. 13 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિની માફક વરસાદ થશે.

વધુમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 13 થી 20 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં 15 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

નક્ષત્રો અંગે આગાહી કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે. પુનર્વસુ નક્ષત્ર દરમિયાન સારો વરસાદ થાય તો તેના પછીના નક્ષત્ર એટલે કે પુષ્પ નક્ષત્રમાં પણ સારો વરસાદ થાય છે. જેથી આ સમગ્ર મહિના દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, પુનર્વસુ નક્ષત્ર દરમિયાન થતો વરસાદ ખેતી પાકોને નુકસાન પહોચાડે છે, પરંતુ પુષ્પ નક્ષત્ર દરમિયાન હળવો વરસાદ થાય તો પાકને ફાયદો થાય છે.

અન્ય જાણીતા હવામાન શાસ્ત્રી અશોક પટેલે પણ 17 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેઓએ કહ્યું છે કે, આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 17 જુલાઈ સુધી રાજ્યના 75 ટકા વિસ્તારોની અંદર હળવાથી લઈને અતિભારે વરસાદ જોવા મળશે. ત્યારબાદ 18 જુલાઈથી લઈને 22 જુલાઈ સુધી પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઈને અગત્યની આગાહી કરવામાં આવી છે. પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 14 થી 16 જુલાઈ દરમિયાન અરબ સાગરમાં એક હળવા દબાણની સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે 14 જુલાઈથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. જો કે આવતી કાલથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.

3 જૂને કેરળ ચોમાસુ પહોચવા માટે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સ્થિતિ કેરળ રાજ્યમાં બનવા લાગી છે. ચોમાસું સામાન્ય કરતાં મોડું આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ બુધવારે જણાવ્યું હતું કે, કેરળમા વરસાદ વિતરણમાં વધારો થયો છે અને દક્ષિણ અરબી સમુદ્રના નીચાણવાળા સ્તરમાં પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.

સેટેલાઇટ તસવીરો અનુસાર કેરળનો દરિયા કિનારો અને તેની આસપાસના દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર વાદળછાયું વાતાવરણ છે. ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમા કેરળમા સ્થિતિ ચોમાસા માટે વધુ અનુકૂળ રહેવાની આગાહી છે. સામાન્ય રીતે દર વર્ષે 1 જૂને ચોમાસું કેરળ પહોંચે છે.

ભારતીય હવામાન વિભાગએ અગાઉ, 31 મે ના રોજ ચોમાસુ ભારતમાં બેસવાનુ અનુમાન લગાવવામા આવ્યું હતુ, પરંતુ 30 મે ના રોજ હવામાન વિભાગે કહ્યું હતું કે કેરળમાં હજી ચોમાસું બનતુ જોવા મળ્યું નથી. બાદમાં હવામાન વિભાગ દ્વારા 3 જૂનના રોજ ચોમાસુ બેસવાનુ અનુમાન કર્યુ હતુ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય રહેવાની સંભાવના છે. મધ્ય ભારતમાં વરસાદ સામાન્યથી વધુ રહેશે અને પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી ઓછો રહેશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસા 2021 માટે લાંબા ગાળાની આગાહી જાહેર કરતાં હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષનો રેકોર્ડ કરતા આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનુ અનુમાન છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મહાપાત્રાએ જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ (જૂન-સપ્ટેમ્બર) નો વરસાદ સામાન્ય લાંબા ગાળાની સરેરાશ ના 96 થી 104 ટકા રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે, માત્રાત્મક રીતે દેશમાં ચોમાસાના વરસાદના 101 ટકા એલપીએ થવાની સંભાવના છે. 1961-2010 માં ચોમાસાના વરસાદનો સરેરાશ 88 સેમી હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *