હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી,ગુજરાતના આ વિસ્તારો થશે પાણી પાણી, આવી શકે છે વાવાઝોડાનું સંકટ - Jan Avaj News

હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી,ગુજરાતના આ વિસ્તારો થશે પાણી પાણી, આવી શકે છે વાવાઝોડાનું સંકટ

ગુજરાતમાં મેઘરાજાના આગમન સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે એકાએક વરસાદ ગુજરાતમાં ગાયબ થઈ ગયો છે. અને ફરી એકવાર ગરમી, ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યા છે. જેને કારણે લોકો ક્યારે વરસાદ આવશે તેની રાહ જોઈએ રહ્યા છે.

નૈઋત્યના ચોમાસાને ગુજરાતમાં આગમન થયાને એક મહિનો પૂર્ણ થયો છે અને હવે ચોમાસાની સિઝન માટે મહત્વનો ગણાતા જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને ભારતીય હવામાન વિભાગે (IMD) જુલાઈ મહિનામાં ભારતભરમાં નૈઋત્યના ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તે અંગેનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે : હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા કરાયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જુલાઈ મહિનામાં ભારતમાં સારો વરસાદ વરસે તે માટે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

ચાલુ વર્ષે પેસિફિક સમુદ્ર એટલે કે પ્રશાંત મહાસાગરમાં એલ-નિનો સાઉધર્ન ઓસિલેશન સ્થિતિ યથાવત રહેવાની છે જેના કારણે ભારતીય દરિયામાં ઇન્ડિયન ઓસીયન ડિપોલ એટલે કે IOD નું નકારાત્મક વલણ જોવા મળશે જેનાથી ભારતભરમાં વરસાદ સારી માત્રામાં વરસશે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ફરી વરસાદની આગાહી કરતા ખેડૂતો માટે પણ એક રાહતના સમાચાર આવ્યા છે.હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે.

દરિયાની સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયું છે. જેની અસરના ભાગરૂપે હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. તેમાં પણ ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે.

કેટલા નક્ષત્ર જોવા મળશે? કેટલો વરસાદ? : જુલાઈ મહિનામાં બે નક્ષત્ર જોવા મળશે, જેમાંનું એક નક્ષત્ર હશે પુનર્વસુ અને એક નક્ષત્ર હશે પુષ્પ. પુનર્વસુ નક્ષત્ર ની શરૂઆત 5 જુલાઇના રોજ 05:19 કલાક/મિનિટે થશે તેમનું વાહન ઉંદર હશે. જ્યારે પુષ્પ નક્ષત્રની શરૂઆત 19 જુલાઈના રોજ સવારે 04:46 કલાક/મિનિટે થશે. પુષ્પ નક્ષત્રનું વાહન ઘોડો હશે.

પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે વરસાદ જોવા મળે જ્યારે પુષ્પ નક્ષત્રમાં છૂટોછવાયો વરસાદ જોવા મળે છે. હાલમાં આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે જેમાં કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ જોવા મળતો હોય છે.

શું કહે છે અંબાલાલ પટેલ : 1 જુલાઈના રોજ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે જુલાઈ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે. 13 જુલાઈ પછી સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિતના ભાગોમાં સારો વરસાદ જોવા મળશે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હારીજ, પાટણ, સિધ્ધપુર ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં પણ સારો વરસાદ થઇ શકે છે. વાવણી ને લઇને ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી 5 જુલાઈ પછી ચોમાસુ સક્રિય થવાની સંભાવના પણ અંબાલાલ કાકા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

ક્યારે આવી શકે છે વાવાઝોડું? : ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢમાં યુનિવર્સિટીમાં 40 જેટલા આગાહીકારો દ્વારા ઓનલાઇન વર્ષા વિજ્ઞાનનું સંમેલન યોજાયું હતું. જે સંમેલનમાં એક આગાહીકારે વાવાઝોડુ ક્યારે આવશે એમ ની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે પોતાની આગાહીમાં કોઈ એવી સ્પષ્ટ માહિતી નથી જણાવી કે આ વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉદ્દભવશે કે બંગાળની ખાડીમાં, પરંતુ જુલાઈ મહિનામાં અથવા તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એક વાવાઝોડું સક્રિય થાય તેવી આગાહીઓ હાલ જણાઈ રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *