1 ઓગસ્ટ સુધી વરસાદનું રેડ એલર્ટ, આ 80 ગામો સંપર્ક વિહોણા બન્યા, આ વિસ્તારમાં હજુ વરસાદ ની આગાહી - Jan Avaj News

1 ઓગસ્ટ સુધી વરસાદનું રેડ એલર્ટ, આ 80 ગામો સંપર્ક વિહોણા બન્યા, આ વિસ્તારમાં હજુ વરસાદ ની આગાહી

લાંબા સમયની રાહ જોયા બાદ સમગ્ર દેશમાં ચોમાસુ ફરી એકવાર સક્રિય બન્યું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી સર્જાઈ છે. અનેક જગ્યાએ ભેખડો ધસી પડ્યા છે. હજુ પણ 50 લોકો લાપતા છે. જ્યારે 80 ગામ સંપર્કવિહોણા બન્યા છે. દરમિયાન 1 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામા આવ્યું છે.

28 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં ઉભા થયેલા લો પ્રેશરને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પવનો મજબૂત બન્યા છે. જેને કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દરમિયાન ગુજરાતમાં પણ હવે ફરી એકવાર ભારે વરસાદ થવાની શક્યતા પ્રબળ બની છે. રાજ્યમાં 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના 86 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ ખેડાના આણંદમાં થયો છે. આણંદ 70.6 ટકા વરસાદ થયો છે. ઇંચની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌથી વધુ વરસાદ વલસાડના કપરડામાં થયો છે. કપરડામાં 47.8 ઇંચ વરસાદ થયો છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે આગામી 1 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવાઈ છે. જો બીજી તરફ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરાયા છે.

નક્ષત્ર મુજબ વાત કરીએ તો 1 ઓગસ્ટ સુધી પુષ્પ રહેશે. 1 ઓગસ્ટ પછી નવું નક્ષત્ર આશ્લેલા નક્ષત્ર બેસશે. ત્યારે હવે પુષ્પ નક્ષત્રના અંતિમ દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદ થવાની આગાહી જણાવવામાં આવી રહી છે. આ પછીના આશ્લેલા નક્ષત્રનું વાહન મોર હોવાથી આવતા મહિનામાં પણ સારો વરસાદ થવાના એંધાણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *