ગુજરાત પર એક સાથે બે સિસ્ટમો સક્રિય થતા હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી - Jan Avaj News

ગુજરાત પર એક સાથે બે સિસ્ટમો સક્રિય થતા હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી

કેરળમાં હાલ ચોમાસાનું આગમન થઇ ગયું છે,એટલે કે હાલમાં કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે,આટલું જ નહિ પરંતુ ત્યાના ઘણા વિસ્તારોમાં વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે તો કેટલાક વિસ્ત્તારોમાં વરસાદી માહોલ ઉભો થઇ ગયો છે.તમને જણાવી દઈએ કે હાલમાં ગુજરાત રાજ્યમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળી રહ્યું છે.

આવી સ્થિતિમાં હવે એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં પણ ચોમાસું ચાલુ થઇ ગયું છે,પરંતુ હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે જે રાજ્યમાં આશરે 20 દિવસ ચોમાસાના બાકી છે.પરંતુ અચાનક વરસાદી સરક્યુલેશન એક્ટીવ થયું હોવાથી ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડતો જોવા મળી રહ્યો છે.

જયારે હવામાન વિભાગે વરસાદને લઈને એવી આગાહી કરી છે કે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં આગમી પાંચ દિવસ વરસાદ પડતો જોવા મળશે.તેનું કારણ હાલમાં દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે.તેમજ બીજું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતના કાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર છવાયેલું છે.જો કે બંને સમુદ્રની સપાટીથી ઉપર છે.આવી બબ્બે સિસ્ટમના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સવારે અને સાંજે ગાજવીજ સાથે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે.

રાજ્યના ઘણા વિસ્તારોમાં હાલ ગરમીનો પારો ઘણો નીચો જોવા મળી રહ્યો છે.આજના તાપમાનની વાત કરવામાં આવે તો હાલમાં 38 ડિગ્રી ગરમી જોવા મળી રહી છે.જયારે હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે હાલમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં.સવારે ભેજનું પ્રમાણ વધારે જોવા મળશે,જયારે સાંજે તેમાં ઘટાડો જોવા મળશે.

હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ સુધી વીજળી અને ૩૦ થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ પણ પડતો જોવા મળી શકે છે.જેમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ ઉભો થતો જોવા મળશે,જેમ કે દમણ,દાહોદ,પંચમહાલ,અમદાવાદ,અમરેલી,રાજકોટ જેવા ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડતો જોવા મળશે.

જયારે ગત દિવસની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના વાંસદામાં 6 કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.આ સાથે સુરતના ઘણા વિસ્તારોમાં દોઢ ઈંચ,અને તાપી જિલ્લાના ઘણા વિસ્તારોમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.જયારે અન્ય વિસ્તારોમાં છૂટાંછવાયો વરસાદ પડતો જોવા મળ્યો હતો.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે.

તાપી જિલ્લામાં રવિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું.ડાંગ જિલ્લાના વિસ્તારોમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.તમને જણાવી દઈએ કે આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ દમણ,ભાવનગર,અમરેલી,રાજકોટ,જામનગર અને બોટાદમાં જોવા મળશે,જયારે આવતી કાલે મધ્યમ વરસાદ સુરત,ભરૂચ,નવસારી,વલસાડ,ગીર સોમનાથ,જૂનાગઢ,પોરબંદર, રાજકોટ અને દીવમાં જોવા મળી શકે છે.

જયારે 9 તરીકે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદસુરત,વડોદરા,વલસાડ,જૂનાગઢ,પોરબંદરમાં જોવા મળશે.જયારે તા.9 થી 10 ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ખેડા,પંચમહાલ,ગીર સોમનાથ,જૂનાગઢ,અને 11 તરીકે ગીર સોમનાથ, જૂનાગઢ,ભાવનગર,અમરેલી, રાજકોટ,પોરબંદરમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *