હવામાન વિભાગ ની નવી આગાહી આવી સામે, આગામી 5 દિવસ સુધી વીજળીના કડાકા સાથે કરી વરસાદની આગાહી

જૂન મહિનાની અંદર સારો વરસાદી માહોલ ન બનતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જૂન મહિનામાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની ન હતી. જેથી સારો વરસાદ થયો ન હતો. પરંતુ આ જુલાઈ મહિનામાં એક પછી એક ઘણી વરસાદી સિસ્ટમો સક્રિય થવાની શકયતા છે. જેથી આ મહિનામાં સારો વરસાદી માહોલ બનશે.

હાલની સ્થિતિ અંગે વાત કરીએ તો હાલ રાજ્ય પર એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સાથોસાથ વીજળીના કડાકા ભડાકા જોવા મળશે અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ થશે. આગામી પાંચ દિવસ સુધી આ પ્રકારનો માહોલ રહેશે.

વિગતવાર વાત કરીએ તો હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. એક વરસાદી સિસ્ટમ ટ્રફ તરીકે કચ્છ તરફ સર્જાયેલુ છે. જ્યારે બીજી વરસાદી સિસ્ટમ લો પ્રેશર તરીકે ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન પર સ્થિત છે. આ બંને વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થઈ હોવાથી આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે.

ખાસ કરીને લો પ્રેશર વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર તરફ પ્રબળ જોવા મળી રહી છે. જેથી પંકજ દિવસ દરમિયાન વરસાદનુ સૌથી વધુ પ્રમાણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા રહેશે. આ સિવાય કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ વધારે રહેશે. આ વખતે બંને બાજુ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થશે.

આજથી જ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરાળ શરૂ થશે. હાલ રાજ્યના 33 જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. વરસાદની ઘટના કારણે ખેડૂતો ચિંતામાં છે. જો કે હવે સારો વરસાદ થવાની શક્યતા પ્રબળ બનતા ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ 14 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, 14 થી લઈને 22 જુલાઈની વચ્ચે રાજ્યમાં અતિવૃષ્ટિની માફક વરસાદ જોવા મળશે. ત્યારે હવે એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સર્વત્રિક ભારે વરસાદની શક્યતાઓ પ્રબળ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *