48 કલાકમાં શરૂ થશે બીજા રાઉન્ડનો વરસાદ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા,અંબાલાલ પટેલની મોટી આગાહી - Jan Avaj News

48 કલાકમાં શરૂ થશે બીજા રાઉન્ડનો વરસાદ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા,અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદ ખેંચાતા ખડૂતો વાવણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે શનિવારના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતો ખુશ થયા છે. પરંતુ હજુ પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો ન હોવાથી ખેડૂતો વરસાદની આશાએ બેઠા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સોમવારથી એટલે કે 13 તારીખથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ થશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 13 તારીખથી દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદનું મંડાણ થશે. આ ઉપરાંત હવામના વિભાગે પણ જણાવ્યું છે કે આગામી ચાર દિવસમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 13 થી 20 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને દરિયા કિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે 20 જુલાઈ સુધીમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં 4 થી 15 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આગામી ચાર દિવસ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે. ઉપરાંત અષાઢી બીજના દિવસે અમદાવાદમાં મેઘમહેર થતાં લોકોને ભારે ગરમીથી છુટકારો મળશે. લાંબા સમયથી વરસાદની રાહ જોયા બાદ અષાઢી બીજથી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થશે. ભગવાન જગન્નાથજી નગરચર્ચાએ નીકળે ત્યારે પણ વરસાદ થશે.

ઉલ્લેખનીય છે કે ચોમાસાની ધમાકેદાર શરૂઆત બાદ વરસાદ ખેંચાતા લોકો ભારે ગરમીથી પરેશાન હતા તથા ખેડૂતો પણ પાક નિષ્ફળ જવાના ભયથી પરેશાન હતા. કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકની વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા. પંરતુ હવમાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે 13 જુલાઈ બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ થશે. હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *