હવામાન વિભાગની આગાહીની અસર, આજે રાજ્યના આ વિસ્તારમાં શરૂ થયો વરસાદ,કાલે આ વિસ્તારમાં થશે જોરદાર વરસાદ - Jan Avaj News

હવામાન વિભાગની આગાહીની અસર, આજે રાજ્યના આ વિસ્તારમાં શરૂ થયો વરસાદ,કાલે આ વિસ્તારમાં થશે જોરદાર વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસુ બેસતા પહેલા પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આ આગાહીની અસર આજે વહેલી સવારથી જ રાજ્યમાં અનેક વિસ્તારોમાં જોવા મળી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહીના પગલે ઝીણા વરસાદી છાંટા સહિત હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

રાજ્યના આ વિસ્તારમાં આજે થયો વરસાદ: આજે વહેલી સવારે રાજ્યના અનેક છુટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપ્તાજોવા મળ્યા હતા. આજે સવારે સાત વાગ્યે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, વાપી, સુરત અને ડાંગમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. આ ઉપરાંત બનાસકાંઠા, હિંમત નગર અને સૌરાષ્ટ્ર અમરેલી અને જૂનાગઢ પંથકમાં છુટાછવાયા વરસાદી ઝાપટા આજે વહેલી સવારે જોવા મળ્યા હતા.

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ: હાલ ઉત્તર પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં એક વરસાદી ટફ જોવા મળ્યો છે. આ ઉપરાંત અરબ સાગર પરથી ભેજવાળી હવાઓ આવી રહી છે. જેના કારણે બે દિવસ સુધી આવા વરસાદી ઝાપટા થવાની આગાહી કરાઈ છે.

જો કે મહત્તમ તાપમાનમાં હાલ પૂરતો કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા મળશે નહી. હવામાન શાસ્ત્રીઓનું અનુમાન છે કે, 11 જુલાઈ પછીથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાનું શરૂ થશે. ખાસ કરીને રાત્રી દરમિયાન વાતાવરણ ઠંડુ બનશે અને ભેજના પ્રમાણમાં વધારો જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે અંદમાન અને નિકોબરમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસ્યા બાદ આગામી 48 કલાકમાં ભારતમાં કેરળમાં નેઋત્યના ચોમાસુ પવન પ્રવેશ કરશે. જેના કારણે હવે અરબ સાગર તરફથી ફૂંકતા વરસાદી પવનો ઠંડા બન્યા છે. જેથી લોકોને હવે ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળવાનું શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *