ગુજરાતમાં વરસાદીય સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખ થી પડશે વરસાદ - Jan Avaj News

ગુજરાતમાં વરસાદીય સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખ થી પડશે વરસાદ

ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયા બાદ આ વખતે જોઈએ એવો વરસાદ નહીં પડી શકે તો ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે, ત્યારે ગુજરાતમાં વરસાદને લઈને સારા સામાચાર સામે આવ્યા છે. હવે ફરી બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા વરસાદની શક્યાતાઓમાં વધારો થયો છે. રાજ્યભરમાં 12 જુલાઇથી ચોમાસાનું પ્રભુત્વ વધી શકે છે. આગામી 3 દિવસ બનાસકાંઠા, ડાંગ, મહીસાગર, અરવલ્લીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આગામી 12 જુલાઇના ડાંગ અને તાપીમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં હજુ સુધી 4.84 ઈંચ સાથે મોસમનો 14.64% વરસાદ નોંધાયો છે. ગત વર્ષે 8.37 ઈંચ સાથે મોસમનો 25%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં રવિવારથી જ વરસાદની તીવ્રતા વધશે તેવું જણાવ્યું છે. તો આ તરફ 10 જૂલાથી સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશ, તેની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ 11 થી 13 જૂલાઈ દરમિયાન સારા વરસાદ પડી શકે, તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજ્યના ખેડૂતો વરસાદની કાગ ડોળે રાહ જોઈને બેઠા હતા ત્યારે હવામાન વિભાગે ખેડૂતો માટે રાહતના સમાચારા આપ્યા છે. ખેતી માટે ખેડૂતોએ વરસાદ પર નિર્ભર રહેવું પડતું હોય છે. રાજ્યમાં ખેતી આધારી પાકને સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખવો પડતો હોય છે, પરતું આ વખતે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ વાવણી કરેલો પાકને પૂરતું પાણી ન મળે તો પાક સુકાઈ જવાની ભિતિ સેવાઈ રહી હતી. એવામાં વરસાદ પણ લાંબા સમયથી દસ્તક ન દેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.

આગામી 3 દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 12 જુલાઇથી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડે તેની સંભાવના છે. હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેને લઈ હવે ખેડૂતો માટે વરસાદની શક્યાતાઓ વધું જોવાઈ રહી છે.

આ તરફ સૌરાષ્ટ્રમાં પણ 12 અને 13 જૂલાઈએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝપટા પડવાની સંભાવના સેવવામાં આવી રહી છે. મહત્વનું છે કે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા હવે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી કેટલાક દિવસોમાં વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં જૂન માસમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો. અરવલ્લી જિલ્લામાં જૂન મહિનામાં વરસેલા વરસાદ બાદ 98 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. જે પૈકી 43 હજાર હેક્ટરમાં મગફળી, 21 હજાર હેક્ટરમાં સોયાબીન અને 9 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 8 અને 9 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *