ગુજરાતમાં આગામી 3 દિવસ માં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા, હવામાન વિભાગે કરી મોટી આગાહી - Jan Avaj News

ગુજરાતમાં આગામી 3 દિવસ માં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા, હવામાન વિભાગે કરી મોટી આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ સારા સચામાર મળી રહ્યા છે, હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થશે. જો કે જૂના બાદ ચોમાસું પાછું ખેંચાયું હતું પરતું જુલાઈમાં કેટલાક જિલ્લાઓ અને તાલુકામાં સારો એવો વરસાદ થયા બાદ વરસાદે લાંબો વિરામ લીધો હતો જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા અને વરસાદ ન થાય તો ખેડૂતોએ તૈયાર કરેલો પાક બગડી જવાની ભિતિ સેવાઈ રહી હતી.

વરસાદને લઈ ફરી સિસ્ટમ સક્રિય થતા ખેડૂતો હવે ચિંતા મુક્ત બન્યા છે. રાજ્યમાં સતત દક્ષિણ ગુજરાતમાં વરસાદે રેલમછેલ કરી નાખી છે. મન મૂકીને દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, દમણ અને સુરત સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વરસાદને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. રાજ્યમાં હવામાન વિભાગએ વરસાદને લઇને મહત્વની આગાહી કરી છે.

આગામી 3 દિવસમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 21 જુલાઈ સુધી વરસાદ પાછો દસ્તક દેશે અને સાથે અનેક જિલ્લાઓ અને તાલુકામાં મેઘ મહેર થશે આ તરઉ ઉત્તર ગુજરાત અને સહિત સૌરાષ્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે મહેસાણા, પાટણ, સાબરકાંઠા. બનાસકાંઠા સહિત અમદાવાદ,ગાંધીનગર જેવા શહેરમાં પણ સામાન્યથી ભારે વરસાદ રહેશે.

આગામી 22 થી 25 જુલાઈ સુધી રાજ્યમાં અને અનેક તાલુકાઓમાં જેવાકે તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં અને આસપાસની પંથકમાં સારો એવો વરસાદ થઈ શકે છે. રાજ્યના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતનું અનુમાન કર્યું છે રાજ્યમાં હવેથી બે દિવસ બાદ ફરી ચોમાસુ જામશે 21જુલાઈથી ફરી ચોમાસુ સક્રિય થવાના એંધાણ આપ્યા છે આગામી 22 જુલાઈથી ઉત્તર ગુજરાત સાબરકાંઠા મહેસાણા પાટણ પાટણ બનાસકાંઠા સહીત હળવો વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદમાં મધ્યમ વરસાદ પડશે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં સારો એવો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને નવસારીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને બરોડામાં પણ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પોરબંદર ગીર સોમનાથ દ્વારકા સહીત ભારે વરસાદ રહેશે.

નોંધનીય છે કે હવે લોકોને ઉકાળાટ બફારાથી લોકોને મુક્તિ મળશે રાજ્યના તમામ ખેડૂતો ખેતી લાયક વરસાદના એંધાણ હવામાન નિષ્ણાંતે આપ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે. આગામી બે દિવસમાં ચોમાસું સક્રિય થશે અને 21 જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થઈ જશે. તા. 22 થી 25 જુલાઈના સમયમાં રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.

જેમાં ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શકયતા રહેશે. 20 જુલાઈ પછી પુષ્ય નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. હાલમાં દેશના ઉત્તરીય-પૂર્વીય ભાગો તેમજ હિમાલયના ટોચના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે. અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાત, આણંદ, વડોદરા વગેરે ભાગોમાં હાલ હળવો વરસાદ,22 થી 25 જુલાઈમાં કેટલાક ભાગોમાં સારો અને ભારે વરસાદની શક્યતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *