રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે પણ કહ્યું કઈ આવું - Jan Avaj News

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે પણ કહ્યું કઈ આવું

ગુજરાતમાં વરસાદ ઘણો સારો પડી ગયો જે હવામાન ખાતાની માહિતી પ્રમાણે 30 ટકા જેટલો કહી શકાય છે જે ગયા ચોમાસા કરતાં ઓછો છે. વરસાદ પડતાં ઘણી તકલીફો વેઠવી પડી હતી. અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા તો ક્યાંક નુકશાન થયું હતું. હવામાન વિભાગની જાણકારી પ્રમાણે આ વર્ષનું ચોમાસું મધ્યમ છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં આ ઋતુનો 30 થી 40 ટકા જેટલો વરસાદ પડી ગયો છે અને હજી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જે 30 કે 31 જુલાઇ એ થશે.

પરંતુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 30 જુલાઇ પછી ભારે વરસાદ પડશે અને ઓગષ્ટમાં બેસતો શ્રાવણ મહિનો જેમ સોમવારથી શરૂ થાય છે અને શુક્ર ગ્રહ જે કન્યા રાશિમાં પ્રવેશી રહ્યો છે તે જોતાં સૌરાષ્ટ્રમાં ગયા વર્ષ કરતાં સારો વરસાદ પડશે. પરંતુ હાલ હવામાનને લીધે વાતાવરણમાં ફેર બદલ થતો રહે છે જેના લીધે આવનાર ત્રણ દિવસોમાં ફરી વરસાદ પડશે. આ માસમાં સારા વરસાદથી ખેડૂતને કૃષિ પાકમાં ઘણો લાભ થયો છે.

વધુમાં એમણે જણાવ્યું હતું કે 30 જુલાઈ પછી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે,કારણ કે બંગાળની ખાડીમાં ફરી એક લો પ્રેશર ઉભું થયું છે.આ લો પ્રેશરને લઈને વરસાદનું ભારણ વધારે સક્રિય થશે, જેમાં ખાસ કરીને ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ તરફથી ઓગસ્ટની શરૂઆતમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે, આ ભારે વરસાદને કારણે નદીઓનું જળસ્તર વધી શકે છે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડશે જેના લીધે આ આવનાર દિવસોમાં ગુજરાતના અમુક ભાગોમાં સારા વરસાદની જાણકારી મળતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.

રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે…તો દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, સુરત અને વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ સિવાય સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારોમાં પણ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે મહત્વપૂર્ણ છે કે 30મી જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાશે.જેની અસરને પગલે ગુજરાતને સારો વરસાદ મળવાની સંભાવના છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો છે તેમજ NDRFની ટીમને એલર્ટ પર રખાઈ છે. હવામાનની આગાહી આપી કે હવેના દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે તો તમે રહેજો સાવધાન કેમ કે સિસ્ટમ સ્કીર્ય થઈ ગઈ છે હવામાન ખાતા દ્વારા વખતોવખત આવી આગાહી કરવામાં આવી રહી છે હાલમાં ગુજરાતમાં પણ આવી જ માહિતી સામે આવી રહી છે.

રાજ્યભરમાં પૂર્વોત્તર પવન ફૂંકાઇ રહ્યો છે.જેને પગલે ગરમીનું પ્રમાણ વધ્યું છે.રાજ્યમાં ઉનાળાની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ વહી રહ્યું છે.હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.રાજ્યભરમાં વધતું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *