ગુજરાતમાં હવે પવન ની દિશા બદલી એના કારણે 24જૂન 25,26,28જૂન આ જિલ્લામાં અતિભારે વરસાદ ની આગાહી - Jan Avaj News

ગુજરાતમાં હવે પવન ની દિશા બદલી એના કારણે 24જૂન 25,26,28જૂન આ જિલ્લામાં અતિભારે વરસાદ ની આગાહી

ગુજરાત માં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇને ભારેથી હળવો વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. હાલ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના એસ.જી હાઈવે, વેજલપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, ગોતા, સોલા, સાયન્સ સીટી, પાલડી, આશ્રમ રોડ, નવરંગપુરા, મીઠાખળી અને ઉસ્માનપુરામાં વરસાદ શરૂ થયો છે.

એટલું જ નહીં, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.સોમવારે સુરતના પલસાણામાં પોણો ઇંચ અને બારડોલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તે સિવાયના વિસ્તારમાં ઝરઝર વરસાદ પડયો હતો. નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં પણ માત્ર વરસાદી ઝાપટાં પડયાં હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ અને નવસારીમાં આગામી ચાર દિવસ અને સુરત જિલ્લામાં આગામી બે દિવસ વરસાદ પડી શકે છે.

ત્યાં જ આજે સુરતના ઉમરપાડામાં આવેલ પ્રવાસન ધામનો બ્રિજ તૂટી પડ્યો હતો. ઉમરપાડા ના દેવઘાત ખાતે પ્રવાસન ધામ આવેલ છે. દેવઘાત ખાતે આવેલ બનાવવામાં આવેલ કેબલ બ્રિજ તૂટી પડ્યો છે. આશરે 6 મહિના અગાઉ કેબલ બ્રિજ શરૂ કરાયો હતો. જોકે ગતરાત્રિ એ ઉમરપાડા તાલુકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને પાણીના પ્રવાહમાં આ બ્રિજ તૂટી ગયો હોવાનું અનુમાન છે. આ પ્રવાસન ધામે ચોમાસા દરમ્યાન મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. જોકે બ્રિજ તૂટી પડતા બ્રિજના કામમાં વેઠ ઉતારાય હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે..

આજે સુરતના ઉમરપાડામાં આવેલ પ્રવાસન ધામનો બ્રિજ તૂટી પડ્યો હતો. ઉમરપાડા ના દેવઘાત ખાતે પ્રવાસન ધામ આવેલ છે. દેવઘાત ખાતે આવેલ બનાવવામાં આવેલ કેબલ બ્રિજ તૂટી પડ્યો છે. આશરે 6 મહિના અગાઉ કેબલ બ્રિજ શરૂ કરાયો હતો. જોકે ગતરાત્રિ એ ઉમરપાડા તાલુકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને પાણીના પ્રવાહમાં આ બ્રિજ તૂટી ગયો હોવાનું અનુમાન છે. આ પ્રવાસન ધામે ચોમાસા દરમ્યાન મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. જોકે બ્રિજ તૂટી પડતા બ્રિજના કામમાં વેઠ ઉતારાય હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે..

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લાં એક અઠવાડિયાથી અમદાવાદી માહોલ સર્જાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ થયો છે. જોકે, હજુ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પલસાણામાં 18 મી.મી., બારડોલીમાં 14 મી.મી., કામરેજમાં 11 મી.મી.,

જ્યારે મહુવા, માંગરોળમાં 3 મી.મી. વરસાદ નોંધાયો હતો. સુરતમાં બપોર સુધી વાદળછાયા વાતાવરણ છવાયેલું રહ્યું હતું. જોકે, સુરતના મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. સુરતનું મહત્તમ તાપમાન 33.0 ડિગ્રી, લઘુતમ તાપમાન 26.8 ડિગ્રી અને પવનની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 10 કિલોમીટરની રહી હતી.

બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સુરતમાં બે દિવસ હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ બેથી ત્રણ દિવસ ઉઘાડ જોવા મળશે.સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પલસાણામાં 18 મી.મી., બારડોલીમાં 14 મી.મી., કામરેજમાં 11 મી.મી., જ્યારે મહુવા, માંગરોળમાં 3 મી.મી. વરસાદ નોંધાયો હતો. સુરતમાં બપોર સુધી વાદળછાયા વાતાવરણ છવાયેલું રહ્યું હતું. જોકે, સુરતના મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. સુરતનું મહત્તમ તાપમાન 33.0 ડિગ્રી, લઘુતમ તાપમાન 26.8 ડિગ્રી અને પવનની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 10 કિલોમીટરની રહી હતી.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, મંગળવારે અમદાવાદ સહિત ગુજરાત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. બીજા દિવસથી અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ કચ્છ પંથકમાં હળવો વરસાદ પડવાના હવામાન વિભાગ દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.

રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. હાલમાં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના હાટકેશ્વર, સીટીએમ, વસ્ત્રાલ, રામોલ, ઘોડાસર, નિકોલ, બાપુનગર, અમરાઈવાડી, ઓઢવ, જશોદાનગર, વટવા, નારોલમા ધીમી ધારે વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રમાં નૈઋત્યનું ચોમાસું તો પ્રવેશી ગયું છે, સવારથી બપોરના 3 વાગ્યા સુધી તડકો હતો, પરંતુ 3 વાગ્યા બાદ કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને 4 વાગ્યાથી 5.30 વાગ્યા સુધીમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં 47 મીમી (2 ઇંચ) વરસાદ વરસ્યો હતો, સેન્ટ્રલ ઝોનમાં 30 મીમી અને ઇસ્ટ ઝોનમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો. જેના પગલે શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે મોટીટાંકી ચોક, લીમડા ચોક, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રૈયા ચોકડીથી રૈયા ટેલિફોન એક્સચેન્જ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતોખોખરાથી સીટીએમ રોડ પર વરસાદને લઈને વાહનોની કતારો લાગી છે. સીટીએમના કુશાભાઉ ઠાકરે હોલ સામેના રોડ પર એક-બે ફૂટ સુધી પાણી ભરાયાં છે, સાથે જ કેનાલ પાસેની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં છે.

સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારથી વાદ‌ળિયું વાતાવરણ સર્જાયા બાદ બપોરના 12.30 કલાકની આસપાસ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું, ત્યાર બાદ દિવસ દરમિયાન ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6.4 ડીગ્રી ગગડીને 31.3 ડીગ્રી અને લઘુતમ તાપમાન 2.3 ડીગ્રી ગગડીને 25.1 ડીગ્રી નોંધાયું હતું. સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડ્યો હતો, જેને કારણે રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું તાપમાન 36 ડીગ્રીથી નીચે નોંધાયું હતું.પુનિતનગર રેલવે-ફાટક પાસે પણ વરસાદી પાણી ભરાયાં છે. એક ઇંચ વરસાદમાં હાટકેશ્વર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. વાહનચાલકોના વાહનો બંધ પડી જતા હાલાકી ભોગવવી પડી છે. દર વર્ષે હાટકેશ્વર સર્કલ પાસેના વિસ્તારમાં એક ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન થાય છે.

ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 24 જૂન સુધી દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે. એ ઉપરાંત દરિયાઈ વિસ્તારના માછીમારોને પણ 60 કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી હોવાથી દરિયામાં નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે. માંડવી, દીવ, ઓખા અને જખઉના દરિયામાં ભારે પવનને કારણે 3થી 4 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે.અત્રે નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો હતો, જેમા સૌથી વધુ 3.4 ઈંચ વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. ત્યાર બાદ ભરૂચ, ભાવનગર, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લામાં 1થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં અત્યારસુધીનો સરેરાશ 32.83 એમએમ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 3.91 ટકા જેટલો થવા જાય છે. એકમાત્ર કચ્છ ઝોનમાં સામાન્ય વરસાદને બાદ કરતાં ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 3.40 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 3.96 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 3.01 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 4.86 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સુરતમાં બે દિવસ હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ બેથી ત્રણ દિવસ ઉઘાડ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *