હવામાન વિભાગે વરસાદને લઈને કરી આ મોટી આગાહી, ખેડૂતો માટે રાહતના સમાચાર, આ તારીખે આવશે ગુજરાતમાં વરસાદ - Jan Avaj News

હવામાન વિભાગે વરસાદને લઈને કરી આ મોટી આગાહી, ખેડૂતો માટે રાહતના સમાચાર, આ તારીખે આવશે ગુજરાતમાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસમાં ગુજરાતમાં આગાહી આપવામાં આવી છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બે દિવસ બાદ એટલે કે રથયાત્રાના દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 12 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. ઉપરાંત રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદની સંભાવના છે.

રાજ્યના આ વિસ્તારમાં થશે મેઘમહેર: જૂન માસમાં પ્રિ-મોન્સુનનો સારો વરસાદ થયા બાદ જુલાઈ મહિનામાં ચોમાસુ ખેંચાઈ ગયું છે.

જેથી ખેડૂતોના પાકને નુક્સાન થઈ શકે તેમ છે જેથી જગતનો તાત વરસાદની આશા રાખીને બેઠો છે. પરંતુ હવે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાને કારણે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. આગામી ચાર દિવસ બાદ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થશે.

આ તારીખથી થશે મેઘમહેર: ઉલ્લેખનિય છે કે રાજ્યમાં 10 જુલાઈ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં 11 થી 13 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થશે. ફરી મેઘરાજાના આગમનથી ખેડૂતો ખુશ થશે.

જગતનો તાત વરસાદની આશાએ: ખેડૂતોને વરસાદ પર નિર્ભર રહેવું પડે છે. વરસાદ ન થવાને કારણે ખેડૂતોનો પાક સુકાઈ જાય છે અને મોટું નુકસાન થાય છે. રાજ્યમાં ખેતી આધારિત પાકને સિંચાઇ પર નિર્ભર રહેવું પડે છે એવામાં ખેડૂતોની એકમાત્ર આશા વરસાદ હોય છે. જુલાઈ માસની શરૂઆતથી જ મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થયો નથી. જેથી જગતનો તાત વરસાદની આશાએ બેઠો છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર થતાં મેઘરાજાની પધરામણી: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર થતાં મેઘરાજાની પધરામણી થશે. સૌરાષ્ટ્રમાં 12 અને 13 જુલાઈએ હળવાથી મઘ્યમ વરસાદ સાથે મેઘરાજાની પધરામણી થશે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે.

લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં થશે મેઘમહેર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે જેથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર થશે. ગત માસમાં સારો વરસાદ થયો હોવાથી ખેડૂતોએ મગફળી, સોયાબીન તથા કપાસનું વાવેતર કર્યું છે જેથી હવે પાણીની સખત જરૂર પડતાં ખેડૂતો વરસાદની આશાએ છે. પરંતુ હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં 9 અને 10 જુલાઈએ વરસાદ થશે. લાંબા સમય બાદ મેઘમહેર થતાં ખેડૂતો ખુશ થશે.

મિત્રો, ગઈકાલે વાતાવરણ માં થોડા સુધારા સાથે ક્યાંક ઝાપટા પડ્યા હવે એ રોજે ક્યાંક પડશે પરંતુ વિસ્તાર ખાસ્સો મોટો નહિ હોય અને ક્યાંક એકલ દોકલ જગ્યાએ ગાજવીજ સાથે સારો પણ પડી જાય આવુ 9 તારીખ સુધી ચાલ્યા કરશે.

ત્યારબાદ ગુજરાત નજીક અને ઉપર સિસ્ટમ બનાવનું ચાલુ થશે અને 10 તારીખ થી ગાડી ગેર બદલી પહેલા ગેર માં આવશે અને કડાકા_ભડાકા વધશે..11/12 તારીખે ગાડી બીજા ત્રીજા ગેર માં આવશે અને વિસ્તાર કવર કરવાનું શરૂ કરશે. જે 14 તારીખ સુધીમાં ચોથા ગેરમાં આવશે

બીજી તરફ બંગાળનીખાડી માં 12 તારીખ આસપાસ એક લોપ્રેશર બન્યુ હશે જે જાન લઈ ને ગુજરાત મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું હશે અને 14-15 આસપાસ ગુજરાત આસપાસ કે સુધી પહોંચી જશે અને ગાડી ની ગેર જ નહીં પરંતુ બ્રેક ફેઈલ થઈ જશે. જેના લીધે 14/15 થી 17/18 સુધી માં અમુક સીમિત વિસ્તારો માં રીતસર નું મેઘતાંડવ થશે.બીજે બધે મધ્યમ થી ભારે.

15/16 સુધીમાં બધા વિસ્તારમાં લગભગ એક વાર તો સાર્વત્રિક વરસાદ થઈ જ ગયો હશે ત્યારબાદ આ લો પ્રેશરના લીધે બીજો સાર્વત્રિક પણ થઈ જશે એટલે 18 સુધી માં બધે બે વાર વરસાદ ખરા. નસીબજોગે ક્યાંક ક્યાંક એક વાર જ થાય તો બાકી મોટાભાગ ના વિસ્તારમાં ઓછામાં ઓછા બે વાર કે તેથી વધુ જ.

આટલા માં પૂરું ના પડતા 18 તારીખ આસપાસ ફરી બંગાળની ખાડી માં લો પ્રેશર બની શકે જેનો સંભવિત રૂટ પણ આ જ હોઈ શકે એટલે ઉપરા છાપરી ત્રીજો રાઉન્ડ જે 19 થી 23/24 માં ગણી શકાય.

19 થી 24 વાળું લાંબા ગાળાનું હોઈ હજુ 100 ટકા ફાઇનલ ના ગણી લેવુ ફેરફાર આવી શકે જેથી આગળની અપડેટ પર ધ્યાન આપતા રહેવુ

એટલે 10 થી 24 તારીખ સુધીનો ટોટલ સરેરાશ વરસાદ મિનીમમ બે/ચાર ઇંચ થી 10_20_ઇંચ સુધી થઈ શકે..10 થી 15/20 ઇંચ વાળા ક્યાં રહે એ હજુ ફિક્સ નહિ લો પ્રેશર ના ટ્રેક પર આધાર રહેશે હાલમાં શકયતા.

દક્ષિણગુજરાત સૌરાષ્ટ્ર મધ્યગુજરાત બાજુ છેઅને ભુક્કા છૂટા છવાયા જે તે વિસ્તારમાં ક્યાંક ક્યાંક 10/15 ટકા આસપાસ વિસ્તારમાં નીકળશે સાર્વત્રિક નહિ એટલે બધા એ ભુક્કા આશા ના રાખવી..

પરંતુ બધે સારામાં સારો તો ખરો જઅને 19 થી 24 વાળા લો પ્રેશર ના રાઉન્ડ માં કોઈ ફેરફાર આવ્યો તો વરસાદ ની માત્રા ફરી શકે અને ઓછી રહી શકે પરંતુ 18 સુધીમાં બે વાર સાર્વત્રિક સારો વરસાદ તો પાક્કો…

10/11 માં બધી બાજુ છુટો છવાયો ચાલુ થશે અને નંબર લાગવા મડશે એટલે શરુઆત માં જ્યાં ના પડે ત્યાં ચિંતા ના કરવી તમારો નંબર લાગવા સુધી બે ચાર દિવસ રાહ જોવી.

ખેડૂતમિત્રો એ 10 સુધી માં ખેતી કામ પતાવી તૈયાર રહેવુ એટલે શરુઆત માં નંબર લાગે ને કામ બાકી રહી જાય તેવું ના બને..પશ્ચિમ વાળા તમેં પણ કોઈ ચિંતા કરતા નહિ તમે જાતે કહી દેશો એટલો બસ હવે વધુ ના થાય તો વાંધો નહિ..વધુ અપડેટ જરૂર પડ્યે પાછી આપીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *