ગાજવીજ સાથે હળવા થી ભારે વરસાદની આગાહી, ગાળની ખાડીમાં બની રહ્યુ છે હળવુ દબાણ - Jan Avaj News

ગાજવીજ સાથે હળવા થી ભારે વરસાદની આગાહી, ગાળની ખાડીમાં બની રહ્યુ છે હળવુ દબાણ

જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની અગત્યની આગાહી કરવામાં આવી છે. 23 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેને કારણે વરસાદી પવનો પ્રબળ બનશે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન શાસ્ત્રીઓ દ્વારા પણ 25 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જે 23 જુલાઈ આસપાસ સક્રિય બનશે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં 23 જુલાઈથી લઈને ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા 23 જુલાઈથી લઈને સતત ત્રણ દિવસ સુધી એટલે કે 23 જુલાઈથી 25 જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આણંદ, પંચમહાલ, ખેડા, મહેસાણા, અમરેલી ભાવનગર, કચ્છ, રાજકોટ, વડોદરા અને ભરૂચમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમોને રાજ્યના અલગ અલગ ઝોનની અંદર તૈનાત કરી દેવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા સાત દિવસથી બનેલા વરસાદી માહોલને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના 135 તાલુકાના મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ જોવા મળ્યો છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી 25 જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, હાલ પુષ્પ નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ પુષ્પ નક્ષત્ર દરમિયાન થનાર વરસાદથી કૃષિ પાકને સારો ફાયદો થશે. જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયા દરમિયાન રાજ્યમાં એકધારો વરસાદ થાય તેવી શક્યતા છે.

છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 23 જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે 23 જુલાઈએ બંગાળની ખાડી ફરી એકવાર લો પ્રેશરનો અનુભવ કરી રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.

આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં આપત્તિજનક વરસાદની આગાહી. વાદળછાયા મહેરની આગાહી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદ પડશે.માન હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. વલસાડમાં ભારેથી ભારેથી અતિ ભારે વરસાદની સાથે સાથે નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 જુલાઇથી રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

રાજ્યની વરસાદની પરિસ્થિતિ પર નજર કરીએ તો કચ્છ કરતા ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ થયો છે. કચ્છમાં કુલ વરસાદના 20.44 ટકા વરસાદ થયા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં કુલ વરસાદના માત્ર 19.25 ટકા વરસાદ થયો છે. મધ્ય પૂર્વમાં ગુજરાતમાં 21.81 ટકા અને સૌરાષ્ટ્રમાં 23.94 ટકાનો વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 30.87 ટકા રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ 11.56 ટકા રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ 28% વરસાદ થયો છે. અમદાવાદ જિલ્લામાં 19.69 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર 25 ટકા વરસાદ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *