હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી, નવી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતની આ નદીમાં પુર આવવાની શક્યતા

સમગ્ર ગુજરાતમાં વરસાદી મોસમ ચાલી રહી છે. હવામાન વિભાગે વરસાદની મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે 31 જુલાઈથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે વિશ્વમાં ખુશીનું વાતાવરણ ફેલાયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. ખાસ કરીને ડાંગ, તાપી, દાદરનગર હવેલી અને વલસાડમાં હળવો વરસાદ પડશે. ગત સપ્તાહની શરૂઆતમાં વલસાડ તેમજ સુરતમાં મેઘરાજાએ સારી બેટિંગ કરી હતી. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ટકાવારીની દ્રષ્ટિએ, ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં રાજ્યમાં સૌથી વધુ 90.5% વરસાદ નોંધાયો છે. ઇંચ વરસાદની વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના લખણી તાલુકામાં સૌથી ઓછો 1.5 ઇંચ અને બનાસકાંઠાના થરાદ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે. જેથી અહિયાના લોકોમાં આનંદનું વાતાવરણ છે. જોકે, વરસાદની આગાહીને કારણે માછીમારોને 4 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં તેમજ નર્મદાના તિલકવાડ, રાજકોટના લોધિકા, જામનગરના કાલાવર, ભાવનગરના ગારીયાધાર, કચ્છના ભુજ, વડોદરાના પાદરા, ગીર સોમનાથના વેરાવળ, નવસારીના ખેરગામ, ભરૂચના અંકલેશ્વર, નવસારીના નવસારી મોર તાલુકાના વરસાદની તુલનામાં 90% કરતા વધુ વરસાદ થયો છે.

ઉલ્લેખનીય છે કે સારા વરસાદને કારણે રાજ્યના ડેમોમાં પાણી આવી ગયું છે. રાજ્યના 207 ડેમમાંથી 5 ડેમ ભરાયા છે. અમરેલીનો ધતારવાડી ડેમ, જામનગરનો ફુલઝર 1 ડેમ, અમરેલીનો સુરજવાડી ડેમ, રાજકોટના મોતીસાર ડેમ અને દ્વારકાના કાબરકા ડેમ ભરાયા છે. જ્યારે રાજ્યના 9 ડેમ હાઇ એલર્ટ પર છે. આ સાથે જ રાજ્યના 7 ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી, નવી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતની આ નદીમાં પુર આવવાની શક્યતા

રાજ્યમાં આ વર્ષે વરસાદની ભારે અછત જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે રાજ્યમાં ઓછો વરસાદ થયો છે. દરમિયાન ગઈકાલે 29 જુલાઇના રોજ બંગાળની ખાડીમાં એક હળવા દબાણની સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત થયું છે. જેથી દક્ષિણ અને પૂર્વનાં રાજ્યોમાં વરસાદી પવનમાં પ્રબળ બન્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, બંગાળની ખાડીમાં ઉભા થયેલા હળવા દબાણની સિસ્ટમને કારણે એક ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી ના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જોકે હજુ પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની અછત જોવા મળી રહી છે.

પ્રાપ્ત થતા અહેવાલો મુજબ જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અગત્ય ની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક વર્ષ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં પરંતુ છૂટો છવાયો વરસાદ જોવા મળશે. જે પણ વિસ્તારોની અંદર વરસાદ થશે ત્યાં અતિભારે વરસાદ થશે અને જે વિસ્તારોમાં વરસાદ નહીં થાય તે વિસ્તાર સદંતર કોરો રહેશે.

વધુમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ઊભા થયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે મધ્ય ભારતના રાજ્યોમાં પણ સારો વરસાદ જોવા મળશે. 1 ઓગસ્ટ સુધી મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે નર્મદા નદીના પાણીમાં વધારો થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્યમાં વરસાદની ભારે અસર જોવા મળી રહી છે. રાજ્યના માત્ર 18 તાલુકા જેવા છે કે જ્યાં 50 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ 18 તાલુકા સિવાયના રાજ્યના બાકીના વિસ્તારોમાં 50 ટકા કરતાં ઓછો વરસાદ વરસ્યો છે. દરમિયાન હવે આવતા મહિના માં સારો વરસાદ ન થાય તો કૃષિપાકો ના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે.

નક્ષત્ર ની વાત કરીએ તો હાલ પુષ્પ નક્ષત્ર ચાલી રહ્યું છે. ઓગસ્ટના રોજ પુષ્પ નક્ષત્ર પૂરું થશે અને તેના પછી આશ્લેલા નક્ષત્ર બેસશે. આશ્લેષા નક્ષત્રમાં વાહન મોર હોય છે. નક્ષત્રનું વાહન મોર હોવાથી આ નક્ષત્ર દરમિયાન સારો વરસાદ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *