અંબાલાલ પટેલ ની વરસાદની આગાહી, આગાહી મુજબ આ વિસ્તારમાં સાબલેદાર વરસાદ
એવું કહેવામાં આવે છે કે રાજ્યભરમાં ગત વર્ષ કરતા આ ચાલુ વર્ષે વરસાદ ઘણો ઓછો નોંધાયો છે,આટલું જ નહિ પરંતુ હવામાન વિભાગના આંકડા મુજબ એવું કહેવામાં આવે છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 34 ટકા વરસાદ થયો છે,જે ઘણો ઓછો કહી શકાય છે.પરંતુ આવતા દિવસોમાં વરસાદનું જોર વધારે વધશે તો સારો એવો વરસાદ પડી શકે છે.
તમને જણાવી દઈએ કે ગત દિવસે રાજ્યમાં વરસાદનું જોર ઘણું ઓછુ જોવા મળ્યું હતું.પરંતુ આજ સવારથી રાજ્યના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડતો જોવા મળી ગયો છે.વાતાવરણમાં અચનાક વધારે ઠંડક પણ જોવા મળી રહી છે.હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે હાલમાં એક વધુ લો પ્રેશર સક્રિય જોવા મળી રહ્યું છે,જેને લઈને રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદ પડતો જોવા મળી શકે છે.
હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવે છે કે 30 જુલાઇ સુધીમાં રાજ્યમાં અતિભારે અવર્સાદ થઇ શકે છે.હાલમાં તો એવું કહેવામાં આવે છે કે 28 જિલ્લાના 122 તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે,જયારે રાજ્યમાં 24 કલાક દરમિયાન અમુક વિસ્તારોમાં અડધો ઈંચ જેટલો વરસાદ પણ પડી ગયો છે.
મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે.કારણ કે બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં તેની વધારે અસર જોવા મળશે.જયારે આવી સ્થિતિમાં માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હાલમાં તો ભારે વરસાદને લઈને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થાને જવા માટે અને લઇ જવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.આ સમગ્ર બાબત સામે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ એવું જણાવી રહ્યા છે કે ગુજરાતમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ખેડૂતને વધારે વરસાદ જોવા મળી શકે છે,જેના લીધે તેમનો પાક વધારે સારો રહેશે.
એવું કહેવામાં આવે છે કે આવતા દિવસોમાં ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાપ વધારે રહેલી છે,કારણ કે બંગાળના ઉપસાગરમાં વરસાદી માહોલ ઉભો થઇ ગયો છે,જેથી મધ્યપ્રદેશમાં થતા ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.ખાસ કરીને ઓગસ્ટની શરૂઆતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે.