આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસાને લઈને મહત્વની આગાહી, આ 7 જિલ્લામાં થશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ - Jan Avaj News

આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસાને લઈને મહત્વની આગાહી, આ 7 જિલ્લામાં થશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી ૨૪ કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીનું વાતાવરણ રહેશે પરંતુ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે. વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.

ઉલ્લેખનીય છે કે 7 થી 15 જુલાઈ સુધી રાજ્યમાં પવન સાથે હળવો વરસાદ રહેશે. આ ઉપરાંત વિભાગે જણાવ્યું છે કે ૨૪ કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદી ઝાપટા પડશે. ભારે વરસાદ માટે લોકોને હજુ પણ રાહ જોવી પડશે. ખેડૂતોની ખેતી વરસાદ પર નિર્ભર છે જેથી તેઓ વરસાદની આશાએ બેઠા છે.

હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં 140 મિમિ વરસાદ પડવો જોઇએ પરંતુ આ વર્ષે સીઝનનો ૨૯ ટકા જેટલો વરસાદ રાજ્યમાં ઓછો પડ્યો છે. તથા હાલ પણ ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય થઈ નથી. ઉપરાંત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 15 જુલાઈ બાદ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સાથે અન્ય રાજ્યોમાં પણ મોસમી વરસાદ ઓછો પડયો છે. મહત્વની વાત એ છે કે અરબી સમુદ્રમાં ભારે વરસાદને લઇને કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે ખેડૂતોને વરસાદ માટે રાહ જોવી પડશે. પરંતુ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં થયો છે. મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા હજુ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી જેથી લોકોને હજુ વરસાદની રાહ જોવી પડશે. સાથે સાથે ગરમીનો પણ સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *