અધીરા બનીને જોઈ રહ્યા છો વરસાદની રાહ, તો જાણી લ્યો હવામાન વિભાગે આપેલા આ સમાચાર - Jan Avaj News

અધીરા બનીને જોઈ રહ્યા છો વરસાદની રાહ, તો જાણી લ્યો હવામાન વિભાગે આપેલા આ સમાચાર

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી થઇ ચૂકી છે. વરસાદના આગમનથી લોકો ખુશ થયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે જૂનાગઢ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં કેશોદ તથા આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ છવાયું છે. ઉપરાંત માળીયા તાલુકામાં વાવણીલાયક વરસાદ થઈ ચુક્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ તથા વેરાવળમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વેરાવળના પંડવા અને લુભા તથા આસપાસના ઘણા ગામોમાં સારો વરસાદ થયો હોવાની જાણકારી મળી છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોને મગફળી અને સોયાબિનના પાકમાં સારુ વાવેતર થશે. વરસાદનું આગમન થતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જશે નહિ.

દીવ તથા આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. કોડીનાર અને ઉનામાં પણ સારો વરસાદ થયો છે તેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. શનિવારે દ્વારકામાં વરસાદ થતાં પાકનું વાવેતર સારું થશે. સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના વિસ્તારમાં વરસાદ થયો છે. લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી થતા લોકોને ગરમીમાંથી પણ છુટકારો મળ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં સારો વરસાદ થયો છે. અમરેલીના ખંભાળિયા ગામમાં બજારોમાં પાણી વહેતા થયા છે. ખેતરોમાં પણ વરસાદને કારણે પાણી ભરાયા છે અને બીજારોમાં વેતો પાણી વહેતા થયા છે. બજારોમાં ભરાયેલા પાણીના કારણે અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ગામના લોકોને આવવા જવાના રસ્તામાં મુશ્કેલી પડી રહી છે. રસ્તામાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના મોટા ભાગના ગામોમાં સારો એવો વરસાદ થયો છે.

દક્ષિણ ગુજરાતમાં લાંબા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. સુરત તથા નવસારીમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સારો વરસાદ થયો છે. સુરતમાં વેસુ તથા ડુમસ રોડ પર સારો વરસાદ નોંધાયો છે. ઉપરાંત વલસાડમાં પણ વરસાદી ઝાપટા પડયા હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. લાંબા સમય બાદ વરસાદ આવવાને કારણે લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે તેથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ભારતમાં આ વર્ષે ચોમાસાનું આગમન ક્યારે થશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનની આગાહી કરવામાં આવી છે. ચોમાસાના વરસાદી પવન સૌપ્રથમ દક્ષિણના કેરળથી પ્રવેશ કરશે અને ત્યાંથી ઉત્તરના રાજયો તરફ આગળ વધશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દર વર્ષની જેમ ચોમાસાના આગમનને લઇને આગાહી કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે ચોમાસુ ભારતમાં 26 મે થી 1 જૂનની વચ્ચે પ્રવેશ કરશે એટલે કે 26મે થી 1 જૂનની વચ્ચે કેરળના દરિયા કાઠાના વિસ્તા થી ચોમાસું પવન ભારતમાં પ્રવેશ કરશે. ત્યારબાદ આગળ વધતા વધતા મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂનથી લઈને 20 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસશે. પ્રાઇવેટ હવામાન કંપનીના એક અંદાજ મુજબ ગુજરાતમાં આ વર્ષે 103 જેટલો સરેરાશ વરસાદ થવાની શક્યતા છે. હવામાન કંપનીના અનુમાન મુજબ આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેશે. ખેડૂતોને સારા પાક માટે જેટલા પ્રમાણમાં વરસાદની જરૂર હોય તેટલા પ્રમાણમાં વરસાદ થશે. હવામાન કંપનીની આગાહી ખેડૂતો માટે રાહતના સમાચાર છે.

પ્રાઇવેટ હવામાન કંપનીના અંદાજ મુજબ ભારતમાં આ વર્ષે 98 ટકા સરેરાશ વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ભારતમાં અલ નીનોના પ્રવાહની અસર નહિવત જોવા મળશે. જેના કારણે ભારતમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન સૌથી વધુ વરસાદ થવાનો અંદાજ છે.

આપને જણાવી દઇએ કે ગત શુક્રવારના રોજ અંદમાન અને નિકોબાર માં ચોમાસુ પવન પ્રવેશ કરી ચૂક્યા છે. ચોમાસુ પવનના કારણે અંદમાન અને નિકોબારમાં આજે રવિવારે સામાન્ય વરસાદથી ચોમાસાની શરૂઆત થવાની શક્યતાઓ છે. આંદમાન અને નિકોબારથી આગળ વધતા વધતા 26 મે થી લઈને એક જૂની વચ્ચે ચોમાસુ કેરળ દરિયાકાંઠાથી ભારતમાં પ્રવેશ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *