સોના-ચાંદી ના ભાવમાં અત્યાર સુધીની સૌથી મોટી હલચલ, ભાવમાં મોટો ઘટાડો, હવે વધશે કે ઘટશે? જાણો - Jan Avaj News

સોના-ચાંદી ના ભાવમાં અત્યાર સુધીની સૌથી મોટી હલચલ, ભાવમાં મોટો ઘટાડો, હવે વધશે કે ઘટશે? જાણો

ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું 56200 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આ રીતે જોવા જઈએ તો હાલમાં સોનાનો ભાવ હજુ પણ ઉચ્ચ સપાટીથી 7000 રૂપિયા નીચે છે. ભારતના તમામ મોટા શહેરમાં સોના અને ચાંદીની કિંમતમાં વિતેલા કેટલાક દિવસથી સતત ઘટાડો જોવા મળ્યા બાદ આજે થોડી તેજી જોવા મળી રહી છે.

રાજધાની દિલ્હીમાં સોનું 190 રૂપિયાની તેજી સાથે 48320 રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે. HDFC સિક્યોરીટીએ આ જાણકારી આપી છે. ગઈકાલે સોનું 48130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તેવી જ રીતે ચાંદી પણ 125 રૂપિયા વધીને 70227 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. આ પહેલાના દિવસે ચાંદીનો બંધ ભાવ 70102 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. મંગળવારે અમેરિકન ડોલરની સામે રૂપિયો નવ પૈસા નબળો પડીને 72.89 રૂપિયા પ્રતિ ડોલર રહ્યો હતો.

સોનાનો આજનો ભાવ : આજે સોનાનો ભાવ 49000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.ચાંદીનો આજનો ભાવ : ચાંદીમાં પણ 544 રૂપિયાનો વધારો થયો છે અને તેનો ભાવ 71294 રૂપિયા થઇ ગઇ છે.ઉચ્ચતમ મૂલ્યથી 8000 રૂપિયા સસ્તુ થયું હતુ સોનું : માર્કેટમાં પાછલા બે દિવસોમાં સોનાની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો હતો તો ત્યાં જ ચાંદીની કિંમતમાં પણ સતત ઘટાડાની સ્થિતિ જોવા મળી રહી છે.

પાછલા બે દિવસોમાં ચાંદીના ભાવમાં લગભગ 2000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાં જ જો સોનાના આ ભાવની તુલના કરીએ તો સોનાનું પોતાના ઉચ્ચતમ ભાવથી લગભગ 8000 રૂપિયા નીચે જતુ રહ્યું હતુ. તમને જણાવી દઈએ કે 7 ઓગસ્ટ 2020માં સોનાની કિંમત 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવને પાર કરી ગઈ હતી.

24 કેરેટ ગોલ્ડનો સોમવારનો ભાવ : દેશની રાજધાનીમાં સોનાનો ભાવ 51270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તે સિવાય ચેન્નઇમાં 50370, મુંબઇમાં 49320 અને કોલકાતામાં 50720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ઇન્ટરનેશનલ માર્કેટમાં સોમવારનો ભાવ : આંતરરાષ્ટ્રીય બજારોમાં અમેરિકી ડૉલર મજબૂત છે જેના કારણે સોનાનો ભાવ ઓછો થયો છે. 0.2 ટકા ઘટીને 1886.76 ડૉલર પ્રતિ ઔંસ થયો છે. જ્યારે ચાંદી 0.7 ટકા ઘટીને 27.58 ડૉલર પ્રતિ ઔંસ થઇ ગઇ છે.

500થી 1000 રૂપિયાનું અંતર થઈ શકે છે : ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500થી 1000 રૂપિયાનું અંતર થઈ શકે છે. એસોસિએશન ઘણા બુલિયન માર્કેટના હાલના રેટના સરેરાશ મુલ્યને જણાવે છે. જણાવી દઈએ કે જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા માંગો છો તો તેના માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ જેના દ્વારા ગ્રાહક સોનાની શુદ્ધતાની તપાસ કરી શકે છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું 56200 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આ રીતે જોવા જઈએ તો હાલમાં સોનાનો ભાવ હજુ પણ ઉચ્ચ સપાટીથી 7000 રૂપિયા નીચે છે. MCX પર સોનાનો ભાવ 0.1 ટકા તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આજે એમસીએક્સ પર ઓગસ્ટ વાયદાનો સોનાનો ભાવ 49174 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ચાંદીનો ભાવ 71388 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે.

ગઈકાલે અમદાવાદમાં 99.50 સોનાનો ભાવ 200 વધીને 50400 અ 99.90નો ભાવ 200 વધીને 50600 રહ્યો હતો જ્યારે ચાંદીના ભાવ અમદાવાદમાં 200 રૂપિયા વધીને 72200 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *