રહસ્ય : આ મંદિરનો સાતમો દરવાજો દરવાજો ખુલ્યો તો આવશે પ્રલય, પણ જે દરવાજો ખોલશે તે બની જશે દુનિયાનો સૌથી મોટો પૈસાદાર - Jan Avaj News

રહસ્ય : આ મંદિરનો સાતમો દરવાજો દરવાજો ખુલ્યો તો આવશે પ્રલય, પણ જે દરવાજો ખોલશે તે બની જશે દુનિયાનો સૌથી મોટો પૈસાદાર

દુનિયાના ઘણા એવા રહસ્યમય મંદિર છે એમનું એક મંદિર છે એની વાત આપણે આજે કરવાની છે. અમે વાત કરી રહ્યા છીએ કેરળ રાજ્યની. વિશ્વમાં ઘણા રહસ્યો એવા છે. જેનો આજ સુધી કોઈ એનો જવાબ મેળવી શક્યું નથી. એવું એક મંદિર છે જેમાં એક સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. અને તે રહસ્ય છે તે મંદિરનો સાતમો દરવાજો. કેરળના તિરુવનંતપુરમમાં એક મંદિરની સ્થાપના કરવામાં આવી છે.

આ મંદિરને પદ્મનાભસ્વામી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત છે. ભગવાન વિષ્ણુ શેષનાગની ઉપર ઊંઘની સ્થિતિમાં બેસે છે. આ મંદિર વિશે રસપ્રદ વાત એ છે કે આ મંદિર સાથે ઘણા મોટા મોટા રહસ્યો છુપાયેલા છે

સાથે સાથે અહીં આવેલું પદ્મનાભ સ્વામીનું મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર પણ માનવામાં આવે છે. આ મંદિરની કુલ સંપત્તિ લગભગ 1,32,000 કરોડ છે. આ મંદિર સાથે ઘણા રહસ્યો જોડાયેલા છે. આ મંદિરનું સૌથી ભયાનક રહસ્ય છે એ તેનું સાતમો દરવાજો છે જે હંમેશા ખોલવા અને ન ખોલવા વિશે ચર્ચા કરે છે.

મોટાભાગના લોકો ઇચ્છે છે કે આ દરવાજો ન ખોલવો કારણ કે માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે જો તે ખોલવામાં આવે છે, તો આ સૃષ્ટિ ખતરામાં આવી શકે છે કારણ કે એવું માનવામાં આવે છે કે જો આ દરવાજો ખુલ્યો તો ધરતી પર પ્રલય આવશે. આ દરવાજાને કોઈ તાળા સાથે લોક નથી કરેલો , પરંતુ તેમાં બે સાપની છબી છે. જેઓ અહીં સંરક્ષક હોવાનું કહેવાય છે.

અને આ દરવાજો ફક્ત જાપ કરવાથી જ ખોલી શકાય છે. અને કોઈ સામાન્ય વ્યક્તિ આ દરવાજો ખોલી પણ શકતી નથી, ફક્ત તે જ તેને ખોલી શકશે જે એક સંપૂર્ણ માણસ હશે અને ગરુડ મંત્ર જાણે છે. અને જો તે ગરુડ મંત્રનો ખોટો ઉપયોગ કરે છે, તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે આ મંદિરનો સાતમો દરવાજો ન ખોલવાની ચર્ચા ચારે બાજુ ફેલાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *