12 માંથી માત્ર 2 રાશિના ના જાતકો માટે છે આજનો દિવસ લાભકારક , પણ તેના માટે કરવું પડશે આ કાર્ય , જાણો કઈ છે તે રાશિ
મેષ : મેષ રાશિના જાતકોને મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામો પૂરા પણ થશે. સંપત્તિના કામકાજ પર ધ્યાન આપશો. તમારું પરાક્રમ વધી શકે છે. તમારો દિવસ પરિવાર, અંગત જીવન અને પૈસાના મામલે જ વિતશે. તમારી જવાબદારીઓ પર પૂરેપૂરું ધ્યાન આપો. પાર્ટનર માટે સમય કાઢો.
વૃષભ : વૃષભ રાશિના જાતકોના મનમાં ભારે ઉથલપાથલ થઈ શકે છે. જૂની વાતોમાં તમે ગૂંચવાયેલા રહેશો. કોઈ સમસ્યાનું સમાધાન હાથોહાથ નહીં થાય. કેટલાક ખાસ કામ અધૂરા રહી શકે છે. કામમાં મન નહીં લાગે. બિઝનેસમાં નવા કરાર પણ હાલ ન કરો તો સારું. સ્વાસ્થ્ય મામલે દિવસ ઠીક છે.
મિથુન : મિથુન રાશિના જાતકો આજે આર્થિક મામલે ઉકેલ આવશે. દાંપત્ય જીવન સુખદ હોઈ શકે છે. તમે સમાધાન અને વિનમ્રતાથી સમસ્યાઓનો ઉકેલ લાવશો. રૂટિન કામથી ધનલાભ થઈ શકે છે. સંતાનનો સહયોગ મળી શકે છે. નવા લોકો સાથે મુલાકાત થશે. નોકરી ધંધામાં અડચણો દૂર થશે. સ્વાસ્થ્ય મામલે સાવધ રહેવું પડશે.
કર્ક : જાતકોનો આજનો દિવસે તમારા માટે સારો છે. કામકાજમાં પણ મન લાગશે. આજે તમને અચાનક કઈક સારી તકો મળી શકે છે. તમે તેનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર રહો. અચાનક મનમાં બદલાવ આવી શકે છે. જે તમારા માટે ફાયદાકારક રહેશે. જીવનસાથી સાથે સંબંધોમાં અનુકૂળતા રહેશે.
સિંહ : સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ઓફિસમાં પોતાને નિયંત્રણમાં રાખો. પદલાભના યોગ છે. કાર્યક્ષેત્રે પરેશાનીઓ વધી શકે છે. આગળના કામોની યોજનાઓ બનાવવામાં તમને ખુબ સરળ રહેશે. અટવાયેલા કામો પૂરા કરવા માટે સારો દિવસ છે. તમારી યોગ્યતા અને અનુભવથી કામ કરવું પડશે.
કન્યા : કન્યા રાશિના જાતકોને આજના દિવસે પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે. ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે.
તુલા : બિઝનેસમાં કઈક સારી યોજનાઓ પર કામ શરૂ થઈ શકે છે. પાર્ટનરથી સહયોગ અને સુખ મળશે. લવ લાઈફ માટે સારો દિવસ રહેશે. આજે વિચારેલા કામો પૂરા થઈ જશે. તમારી મુલાકાત મહત્વપૂર્ણ લોકો સાથે થઈ શકે છે. ધૈર્ય રાખો. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મન પણ પ્રસન્ન રહેશે.
વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના જાતકોને વ્યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે.
ધન : ધન રાશિના જાતકોએ આજે તમારા વિચારેલા કામ પૂરા નહીં થઈ શકે. અનેક પ્રકારના વિચારોમાં ગૂંચવાઈ શકો છો. તમે પૈસા સંભાળીને રાખો. લેવડ દેવડ અને રોકાણના મામલે સમજી વિચારીને રહો. કડવી વાતો ન કરો. આજે કોઈ પ્લાન ન બનાવો, જૂના કામ પતાવો.
મકર : મકર રાશિના જાતકો આજે નવા કામ અને નવી બિઝનેસ ડીલ સામે આવી શકે છે. પરેશાનીઓને પહોંચી વળવા માટે સારો દિવસ છે. કોઈ નવી ઓફર મળી શકે છે. વિચારેલા કામો કરવાના શરૂ કરી દો. સમસ્યાઓ પણ જલદી ખતમ થશે.
કુંભ : કુંભ રાશિના જાતકો આજે તમે કોઈ નિર્ણય ન લો અથવા કોઈ તારણ ન કાઢો. સ્વભાવમાં તેજી કે થોડી ગૂંચવણોનો અંદાજો રહેશે. દિવસ તમારા માટે સાવધાનીભર્યો રહેશે. તમે સમજી વિચારીને બોલો. પાર્ટનર સાથે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
મીન : મીન રાશિના જાતકોએ નોકરી અને ધંધામાં અચાનક નિર્ણય લેવા પડશે. નુકસાન પણ થઈ શકે છે. કન્ફ્યૂઝન વધશે. કોઈ અણધાર્યા નુકસાન માટે તૈયાર રહો. ફાલતુ ખર્ચાના પણ યોગ છે. કાર્યક્ષેત્રે પરેશાની અને અસુવિધા થઈ શકે છે. કોઈ પરેશાનીવાળી સ્થિતિ હોય તો તમે તેને સાવધાનીથી પતાવો.