હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી મોટી આગાહી ,આવતા 48 કલાક માં આ વિસ્તારો માં વરસશે ધોધમાર વરસાદ ,ખેડૂતોને રાખવું પડશે આ બાબતોનું ધ્યાન - Jan Avaj News

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી મોટી આગાહી ,આવતા 48 કલાક માં આ વિસ્તારો માં વરસશે ધોધમાર વરસાદ ,ખેડૂતોને રાખવું પડશે આ બાબતોનું ધ્યાન

નમસ્કાર મિત્રો ,હવામાન વિભાગ ફરી એક વાર મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરસાદી સિસ્ટમ સક્રિય ન થવાને કારણે ખેડૂતોને વરસાદની રાહ જોવી પડશે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે.

ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેથી આગામી ચાર-પાંચ દિવસ સુધી વરસાદ થવાની શક્યતા નહિવત છે. સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે આવતા સપ્તાહમાં એટલે કે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ સારો વરસાદ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી નથી.

અમદાવાદ શહેરમાં વરસાદ: હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયેલો છે તથા આગામી ૨૪ કલાકમાં અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. પરંતુ આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદને ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય ન થવાને કારણે લોકોને વરસાદની રાહ જોવી પડશે.

ઉલ્લેખનીય છે કે હાલ વરસાદે વિરામ લીધો છે. સામાન્ય રીતે દર વર્ષે આ સમયે વરસાદ એક નાનો વિરામ લેતો હોય છે. આ વિરામ એક અઠવાડિયા સુધીનો હોય છે, પરંતુ આ વર્ષે આ વિરામ દસ દિવસથી લઈને 14 દિવસ સુધી રહી શકે છે. એટલે કે આગામી દસ દિવસથી લઈને 14 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ નહીવત છે.

આ વિસ્તારોમાં થશે વરસાદ: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. આ સાથે ત્રણ દિવસ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વડોદરા શહેરમાં ગઇકાલે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. ત્રણ દિવસ સુધી ભારે ઉકળાટનો સામનો કર્યા બાદ ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરવાથી લોકો ખુશ થયા હતા.

આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભાવનગર અમરેલી પોરબંદર અને ગીર સોમનાથમાં બે દિવસ સુધી વરસાદ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. દાહોદ શહેરના લીમખેડા તથા તેની આસપાસના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો હોવાની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

જગતના તાતમાં ખુશીનો માહોલ: વરસાદ થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. આ સિવાય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવે છે કે આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. પરંતુ હાલ વરસાદી સિસ્ટમ સક્રિય ન થવાને કારણે ભારે વરસાદની કોઈ આગાહી નથી.

આપને જણાવી દઇએ કે આ પહેલાના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા અહેવાલ અનુસાર 29 જૂન સુધી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. જોકે આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે જ હતી. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોને બાદ કરતાં રાજ્યના અન્ય ભાગોમાં આગામી દિવસોમાં વરસાદ થવાની શક્યતા બહુ ઓછી છે.

અમરેલીમાં થયો વરસાદ: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે અમરેલીમાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. વરસાદના કારણે સાવરકુંડલાના વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

બીજી તરફ દેશભરમાં ચોમાસાની વાત કરીએ તો હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્હીમાં ચોમાસુ બેસવામાં હજુ વિલંબ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમી પવનો નબળા પડયા છે અને ચોમાસાએ હાલ પૂરતો થોડો વિરામ લીધો હોય તેવું જણાઈ રહ્યું છે. જોકે પૂર્વોત્તર પવનનો મજબૂત બનતા દેશના પૂર્વ વિસ્તારમાં આવેલા રાજ્યોમાં ભારે વરસાદ શરૂ રહેશે.

ખેડૂતોના પાકને અસર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થયો હતો પરંતુ હાલ આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદની કોઈ એક્ટિવ સિસ્ટમ ન હોવાને કારણે વરસાદ થવાની સંભાવના નથી. જોકે દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે તો રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડી શકે છે. પરંતુ આગામી એક અઠવાડિયા સુધી વાવણી લાયક વરસાદ ન થવાને કારણે ખેડૂતોના પાકને અસર થઈ શકે છે.

આ વરસાદના વિરામનો સમય સામાન્ય રીતે સાત દિવસથી લઈને 10 દિવસનો હોય છે પરંતુ આ વર્ષે વરસાદનો વિરામ 14 દિવસ સુધીનો રહી શકે છે. એટલે કે આ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ જ થાય છે. હવામાન શાસ્ત્રીઓનુ કહેવું છે કે, જુલાઈ મહિનાના બીજા અઠવાડિયાથી ધીમે ધીમે ચોમાસુ પ્રબળ બનતું જશે અને જુલાઈ મહિનાના ત્રીજા તથા ચોથા અઠવાડિયા દરમિયાન સમગ્ર દેશમાં ભારે વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *