હવામાન વિભાગ ની આગાહી, આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, જાણો ક્યાં વિસ્તારના પડશે વરસાદ - Jan Avaj News

હવામાન વિભાગ ની આગાહી, આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, જાણો ક્યાં વિસ્તારના પડશે વરસાદ

ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયુ છે. અનેક જિલ્લાઓમાં ગુરુવારથી ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે શુક્રવારે વરસાદની આગાહી કરવામાં આવી છે.નેઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધતાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 121 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ અને પારડીમાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામ અને ગારિયાધારમાં 4-4 ઈંચ વરસાદ, ભાવનગર, વડગામ, સુરત શહેરમાં 3-3 ઈંચ, નવસારી, જલાલપોર, ખેરગામમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. 6 તાલુકામાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે 18 તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ નોઁધાયો છે.

આજે અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે.આજે સુરત શહેરમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરના રાંદેર, ખટોદરા, લીંબાયત, કાપોદ્રા, ભાગળ, અડાજણ, મજૂરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભર વરસાદમાં મજુરા વિસ્તાર ખાતે તબીબોએ વોલીબોલની રમત એન્જોય કરી હતી. આજે સવારથી સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકો ખુશખુશાલ થયા છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.જૂનાગઢ શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. પવન સાથે ધીમીધારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. વરસાદથી બફારામાં લોકોને રાહત મળી છે. બીજી બાજુ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ છે.

મોરબીના હળવદમાં ભારે વરસાદ પડતા ચારેબાજુ નદીઓ વહેવા લાગી છે. પાણીનો પ્રવાહ એટલો જબરદસ્ત છે કે નજરે જોનારાના હોંશ ઉડી જાય તેમ છે. મોરબીના ચિત્રોડીમાં વરસાદી પાણીમાં પશુ તણાંયા હોવાની માહિતી મળી રહી છે, પરંતુ લોકોએ માનવ સાંકળ બનાવી પશુને બચાવાયા છે. હળવદના ચિત્રોડીમા આભ ફાટ્યું છે. જેના કારણે માલધારીના ઘેટાં તણાયા છે. મોડી રાત સુધી વરસેલા વરસાદના કારણે ગામમાં ઘુટણ સુધી પાણી ભરાયા છે. વરસાદના કારણે માલધારીના 20 જેટલા ઘેટાં તણાયા હતા. પરંતુ સદ્દનસીબે તમામ ઘેટાંને માનવ સાકળ બનાવી બચાવી લેવાયા છે. વરસાદનું આગમન થતા જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના અનુસાર, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે.

દક્ષિણ પાકિતાન અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બાબત દર્શાવે છે કે આગામી ૨-૩ દિવસમાં ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ થવા માટે સાનુકૂળ વાતાવરણ છે.નેઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘરાજાએ હેત વરસાવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અડધાથી પોણા છ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. કચ્છ અને વડોદરામાં દોઢ ઈંચ પાણી પડયું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આજે વહેલી સવારથી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 12 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો, ઉમરગામમાં 2.71 ઈંચ, ધરમપુરમાં 13 mm, પારડીમાં 1.92 ઇંચ, વલસાડમાં 1.81 ઇંચ, વાપીમાં 22 mm વરસાદ નોંધાયો છે. ગુરુવારે સવારથી જ નવસારી અને વલસાડમાં મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી હતી. દિવસ દરમિયાન નવસારીના ગણદેવીમાં પોણા છ ઇંચ, જલાલપોરમાં સાડા ત્રણ ઇંચ, નવસારીમાં સાડા ત્રણ ઈંચ, ખેરગામમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વલસાડમાં બપોરે 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરતમાં એક ઇંચ વરસાદ પડયો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રના તમામ પંથકમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બાબરા, કુંકાવાવ, અમરેલી અને લીલિયામાં ૧ ઈંચ, જ્યારે બાબરાના ગમા પીપળીયા, વાવડી, ઘુઘરાળામા ૩ ઈંચ વરસા।દ પડયો હતો. કાલાવડમાં આજે ૨ કલાકમાં બે ઈંચ જેવો વરસાદ પડયો હતો. ભાવનગરમાં માત્ર બે કલાકમાં બે ઈંચ પાણી ખાબકી ગયું હતું.જિલ્લામાં સારા વરસાદથી ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજકોટ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ તથા ગીરસોમનાથ જિલ્લામાં ભરપુર વરસાદ પડ્યો હતો.

રાજકોટ જિલ્લાનાં પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.વડોદરામાં બપોરે 86 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે દોઢ ઈંચ વરસાદ પડયો હતો. કારેલીબાગમાં તોતિંગ ગેન્ટ્રી તૂટી પડી હતી. અન્ય બે સ્થળે પણ ગેન્ટ્રી નમી જતાં ત્રણ વાહનો દબાયા હતાં. શહેરમાં ૨૦૦ જેટલા ઝાડ, અસંખ્ય હોર્ડિંગ્સ-બેનર્સ જમીનદોસ્ત થયા હતા.

જીલ્લામાં ગોધરાઃ 11મીમી, હાલોલઃ33 મીમી, કાલોલઃ21મીમી, શહેરાઃ13 મીમી અને ઘોઘબાઃ18 મીમી વરસાદી પ્રમાણ બુધવારે રાત્રીથી ગુરુવારે સાંજે ચાર વાગ્યા સુધી સરકારી ચોપડે નોંધાયું હતું. હાલોલ નગર સહીત તાલુકામાં આજે ગુરૂવારના રોજ બપોરના સમયે મેઘરાજાનું આગમન થયુ હતુ. હાલોલ નગર તેમજ પંથકમાં સિઝનના પ્રથમ વરસાદે દસ્તક દેતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હાલોલ પંથકમાં છેલ્લા પંદર દિવસ ઉપરાંત ગરમીના કારણે બફરો વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. જ્યારે ગરમીથી છુટકારો મેળવવા લોકો વરસાદની ચાતક નજરે રાહ જોતા હતા.શહેરના પશ્ચિમમાં એસ.જી હાઈવે, પાલડી, નવરંપુરા, ઘાટલોડિયા તેમજ પૂર્વમાં નરોડા, મેમકો, નિકોલ સહિતના વિસ્તારમાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ધરતીપુત્રો ખેતી લાયક વરસાદનો સમય થઈ ગયો હોવાથી ખેતરોમાં ખેતી કરવાની તૈયારી કરી વરસાદની રાહ જોતા હતા. દરમિયાન આજે ગુરૂવારે મેઘરાજાની પધરામણી કરતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળે છે. ગુરૂવારે બપોરના સમયે હાલોલ પંથક ખાતે જોતજોતામાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થતા બજારોમાં નીકળેલા લોકોમાં ભાગદોડ મચી હતી.વડાદરામાં ગઈકાલે 70 કિમીની ઝડપે ફુંકાયેલા પવનો સાથે 30 મિનિટ સુધી વરસેલા દોઢ ઈંચ વરસાદે શહેરને ઘમરોળી નાંખ્યું હતું. પવનોમાં 100થી વધુ ઝાડ, વુડા સર્કલની બન્ને તરફના ગેન્ટ્રી ગેટ, 5 હોર્ડિગ્સ ધરાશાયી થઈ ગયા હતા.

ધાનપુર તાલુકાના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ સાથે મેઘરાજાનું આગમન: ધાનપુર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ધાનપુર ખોખરા, વેડ, ડભવા, અંદરપુરા, ઘડા, ખોબેડ જેવા અનેક વિસ્તારોમા ગાજ વિજ સાથે ઝરમર વરસાદથી આગમન થયું છે. ધાનપુર તાલુકામાં આ વર્ષેમા લોકોની માન્યતા પ્રમાણે આગામી ઓગણીસ તારીખ સુધીમા ખેતી લાયક વરસાદ આવશે. તેવી ખેડૂતો વાદળોમા ગર્ભ થતા જોઈને ખેતી લાયક વરસાદની આગાહીની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હાલ ધાનપુર તાલુકામાં દસથી પંદર મિનિટ ઝરમર વરસાદને પગલે સમગ્ર પંથકમાં વાતાવરણમાં પલટો થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી પામી છે. ત્યારે આ વરસાદનુ આગમન થતા ધાનપુર તાલુકાના ખેડૂતો પોતાના ખેતરમાં ખેતરો સાફ્ સફઇ અને વાવણી સહિતની ખેતીની કામગીરીમાં જોડતારાયા હતાં.

ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બે કલાકમા બે ઈંચ: ભાવનગરમા લાંબા સમયના ઈંતજાર બાદ ગુરૂવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સાંજના 4 કલાક આસપાસ આગામન થયા બાદ માત્ર બે કલાકમા બે ઈંચ પાણી ખાબકી ગયુ હતુ. તો ઉમરાળામા બે ઈંચ, વલભીપુરમા પોણા બે અને સિહોરમા એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. ઘોઘા, ગારિયાધાર, પાલિતાણામા હળવા, ભારે ઝાપટા સ્વરૃપે અડધો ઉપર પાણી વરસાવીને ગુરૃવારે પ્રથમ દિવસે જ ગોહિલવાડ ઉપર મેઘરાજાએ જોરદાર કૃપા કરી હતી. સિહોરના ટાણામા બપોર બાદ વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા. વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. સમગ્ર ગોહિલવાડમા વરસાદના પગલે વાતાવરણમા ઠંડક ફેલાઈ ગઈ હતી. ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. સારો વરસાદ શરૂ રહેશે તો ભીમ અગીયારસ પણ વાવણી થઈ જાય એવી આશા બંધાણી છે. ઝાડ નીચે દબાતા 5 ફોરવ્હિલર અને 10 ટુવ્હિલરને નુકશાન થયું હતું. રાત્રી બજારની સામે સળંગ 5 વીજ થાંભલા ધરાશાયી થઈ ગયા હતા.જ્યારે સોમાતળાવ પાસેનો ગેન્ટ્રી ગેટ નમી પડ્યો હતો.

ભાવનગરમા પ્રથમ વરસાદે જ નિચાણવાળા વિસ્તારોમા ઠેર ઠેર પાણી ભરાયા હતા. તંત્રની પોલ ખોલતા અનેક સ્થળોએ પાણીને ભુગર્ભમા જવાના ઢાંકણ બંધ હોવાથી ગોઠણ સમાણા પાણી વહેતા થયા હતા. તો જિલ્લાના ઉમરાળા, વલભીપુર, સિહોર, ઘોઘા, ગારિયાધારમા પણ સારી મેઘકૃપા રહી હતી. વાવાઝોડા બાદ લાંબા સમયે મેઘરાજાનુ આગમન થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. ગુરૂવારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. દિવસભર ભારે ગરમી અને બફારા બાદ સાંજના સમયે શહેરમા મેઘરાજાની ધમાકેધાર એન્ટ્રી થઈ હતી. અને માત્ર બે કલાકમા તોફાની બેટીંગ કરીને શહેરમા બે ઈંચ પાણી વરસાવી દિધુ હતુ. જિલ્લાના અનેક ગામોમા ધોધમાર વરસાદના પગલે નદી, નાળા વહેતા થયા હતા. તળાજાના અલંગ, મણાર, કઠવામા સારો વરસાદ થયો હોવાના વાવડ મળ્યા છે.

ભાવનગર તાલુકાના ભંડારિયા ગામે આજે ગુરૃવારના વાવણી લાયક વરસાદ પડયો હતો. સાંજે પોણા છ વાગે ધીમીધારે વરસાદ પડવાનું શરૃ થયો હતો. બાદમાં સુપડાધારે વરસાદ પડયો અને લગભગ એક કલાક સુધી મેઘરાજાએ હેત વરસાવતા વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા હતા. જયારે વરસાદ પડતાં જ સાંજે વીજળી ગુલ થઈ ગઈ હતી જે રાત્રે મોડે સુધી પૂર્વવત થઈ ન હતી.

બાળકોને ન્હાવાની મજા: કુંભારવાડા વરસાદી માહોલના પગલે બાળકો મોજમા આવી ગયા હતા. અને વરસાદમા ન્હાવાનો લાભ લીધો હતો. જ્યારે શહેરના નવા પરા કબ્રસ્તાન, હજુરપાયગા રોડ પાસે પાણી ભરાયા હતા.

બોટાદમાં રસ્તા પર પાણી ફરી વળ્યા: બોટાદ શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં ગુરૂવારે સાંજના સૂમારે વાતાવરણમાં પલ્ટો આવવાના કારણે વરસાદી માહોલ જામ્યો હતો. અને શહેરી વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફ્રી વળ્યા હતા. જેને લઇ ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

શહેરના અનેક વિસ્તારો બેટમા ફેરવાયા: ગુરૃવારે ભાવનગરમા ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમા બેટમા ફેરવાયા હોય તેમ ગોઠણ સમાણા પાણી ભરાયા હતા. શહેરના ભીડભંજન, કુંભારવાડા, લોખંડ બજાર, રેલવે સ્ટેશન વિસ્તારોમા નદીની જેમા ધસમસતા પાણી વહેવા લાગતા વાહન ચાલકો મુશ્કેલીમા મુકાઈ ગયા હતા. ભીડભંજન મહાદેવ ચોકમા સાંજના પાંચ કલાકે ધોધમાર વરસાદના પગલે દિવસ આથમી ગયો હોય તેમ અંધારપટ છવાઈ ગયો હતો. વાહનો સહિતની અવર જવર થોડો સમય અટકી ગઈ હતી. આમ ગુરૃવારે મેઘરાજાએ ગોહિલવાડમા સચરાચર હાજરી પુરાવીને ચોમાસાના આગમનની સત્તાવાર છડી પોકારી હતી.

લોકોએ ગરમ ભજીયા, ગાંઠીયાની જયાફત ઉડાવી: શહેર અને ગ્રામ્ય પંથકમા પ્રથમ વરસાદમા ભુલકાઓ સહિત મોટેરાઓેએે ન્હાની મોજ માણી હતી. તો ધોધમાર વરસાદના પગલે વાતાવરણમા ઠંડક પ્રસરી જતા અને કોરોના ધીમો પડી ગયો હોવાથી ગરમ ગરમ ભજીયા અને ગાંઠિયાવાળાને ત્યાં તડાકો બોલ્યો હતો. કેટલાક નગરજનોએ ઘરે રહીને પ્રથમ વરસાદના આનંદમા ગરમ ગરમ ભજીયાની જયાફત ઉડાવી હતી.

ગારિયાધારમા પંથકમા ધોધમાર વરસાદથી લોકો ખુશ: ગારિયાધાર પંથકના ગામડાઓમા અડધો લઈને બે ઈંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબકતા લોકો ખુશ થઈ ગયા હતા. તાલુકાના નવાગામ, ખોડવદરી, નાની વાવડી, પચ્છેગામ, મેસણકા, ગણેશગઢ સહિતના ગામડાઓ ધોધમાર વરસાદ થતા ખેડૂતો ગેલમા આવી ગયા હતા.

ઉમરાળામાં સીઝનનો પ્રથમ 50 મિ.મિ. વરસાદ: ઉમરાળામાં ગુરૃવારે બપોર પછી ચાર વાગે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અડધો કલાક ધોધમાર વરસ્યા પછી ધીમો પડીને સાંજના પાંચ વાગ્યા સુધી ધીમીધારે ચાલુ રહ્યો હતો. સીઝનનો આ પ્રથમ વરસાદ અહીં ૫૦ મી.મી.નોંધાયો હતો. તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ ગુરૃવારે સારો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળેલ છે. છેલ્લા કેટલાક દિવસોથી સખત ગરમીથી ત્રસ્ત લોકોને આજના વરસાદથી ઠંડક પ્રસરતાં રાહત મળી હતી.

સૌરાષ્ટ્રમાં તીવ્ર ગરમી વચ્ચે આજે મેઘરાજાની એન્ટ્રી થતા કિસાનોના ચહેરા ઉપર ચમક આવી છે. બાબરા પંથકમા 3, કાલાવડમાં બે, કુંકાવાવ,જસદણ, બાબરા, લોધીકા, ચિત્તલમાં 1 ઇંચ, ઉનામાં અર્ધો ઇંચ વરસાદ થયો હતો. રાજકોટમા સવારના ભાગે છાંટણા પડયા બાદ આખો દિવસ ઉકળાટ રહ્યા બાદ સાંજે ફરી વરસાદનું આગમન થયું હતું. જો કે, વરસાદ રાજકોટના સામા કાંઠા તરીકે ઓળખાતા પૂર્વ ભાગ અને મધ્ય રાજકટોમા જોરદાર ઝાપટું પડી જતા રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. મુંજકા, રૈયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડયો હતો. જો કે, પશ્ચિમ રાજકોટમા ખાલી રસ્તા ભીના કરતો વરસાદ જ પડયો હતો. ફાયર બ્રિગેડે જણાવ્યા પ્રમાણે રાજકોટ મધ્યમાં 8 મી.મી., પૂર્વમા 7 મી.મી. વરસાદ નોંઘાયો હતો.

રાજકોટ જિલ્લાના જસદણમા સવા ઈંચ, લોધીકામા એક ઈંચ અને કોટડાસાંગાણીમાં અડધો ઈંચ વરસાદ પડી જતા ઠંડક પ્રસરી હતી. રાજકોટ શહેરમા પણ દિવસે હળવા ઝાપટા પડયા બાદ રાતે 8 વાગ્યા આસપાસ જોરદાર વરસાદ વરસવો શરૂ થતા રસ્તા પાણી -પાણી થઈ ગયા હતા. ઉક્ત બે તાલુકા ઉપરાંત જસદણમા સવા ઈંચ અને ગોંડલમા પણ હળવા ઝાપટા પડયા હતા. . જેતપુરમા પણ વરસાદ પડયાના સમાચારો સાંપડે છે. જિલ્લામાં ઉપલેટા, પડધરી અને જસદણ પંથકમા અગાઉ પણ સામાન્ય વરસાદ પડી ગયો છે.

અમરેલી જિલ્લામાં સાંજે 6 વાગ્યાથી ધોધમાર 1થી3 ઇંચ વરસાદથી માર્ગો ઉપર પાણી ભરાયા હતા. જશવંતગઢ, ચિત્તલ, મોણપૂર, રાંઢિયા, લૂણીધાર, જીવાપર, ધરાઈ, વાવડી, રીકડીયા, ભીલા, ભીલડી, પીપરીયા સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો છે. ચિત્તલમાં એક જ્યારે લાઠીમાં બે ઇંચ વરસાદ થયો હતો.અમરેલીમાં મોડીસાંજે તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. બાબરા, કુંકાવાવમા 1 ઈંચ, અમરેલીમા 23 મીમી, લીલિયા 22 મીમી અને હાથીગઢ આસપાસના વિસ્તારોમાં તથા લાપાળિયા, નાના-મોટા ગોખરવાળા, સોનારિયા, ચાંદગઢમાં પવન સાથે ધોધમાર વરસાદ પડયો છે. સાવરકુંડલાના વંડામાં જોરદાર ઝાપટું પડયું છે.

શહેરમાં ગુરુવારે સવારે મેઘરાજાએ તોફાની પવન સાથે અડધો કલાક સુધી કરેલી બેટિંગમાં જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શહેરના ચાર દરવાજા, નવા બજાર, ભૂતડીઝાંપા, ગાંધી નગરગૃહ રોડ, વાડી, સોમા તળાવ, ડભોઇ રોડ, નિઝામપુરા, સમા, કારેલીબાગ સહિતના 25થી વધુ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.બાબરાના ગમા પીપળીયા, વાવડી, ઘુઘરાળામા 3 ઈંચ વરસાદ પડયો હતો. નદીમા પુર આવ્યુ હતુ. જેતપૂર અને જામકંડોરણા તાલુકાના દડવી ગામે સાંજે ધોધમાર ઝાપટા પડયા હતા. કાલાવડમાં બપોરે 3થી 5 વાગ્યા સુધી 2 કલાકમાં 45 મીમી (2 ઇંચ) જેવો વરસાદ પડયો હતો. કાલાવડ શહેર ઉપરાંત આજુબાજુના ગામડામાં પણ 1થી 2 ઇંચ વરસાદ પડયો હોવાના સમાચાર મળી રહ્યા છે. જોડિયામાં ઝાપટું પડયું હતુ.

શહેરના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.ઉના શહેરમાં ગઈકાલે બુધવારના રાત્રીના 8.45 તથા મધ્યરાત્રીના ધોધમાર વરસાદ 30 મિનિટ સુધી વરસી ગયો હતો અને અડધા ઇંચ વરસાદથી રોડ ઉપર પાણી વહેવા લાગેલ હતા. આ વરસાદ ગીરગઢડા રોડથી ટાવર ચોક સુધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *