હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસમાં ગુજરાત ના આ જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ, જાણો તમારો જિલ્લો છે કે નહિ - Jan Avaj News

હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસમાં ગુજરાત ના આ જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ, જાણો તમારો જિલ્લો છે કે નહિ

રાજ્યમાં હવે ચોમાસું રીતે જામી ગયું હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે છેલ્લા 2 દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ઉભો થઇ ગયો છે.આ સમગ્ર બાબત જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે.સામાન્ય રીતે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં મેઘ મહેર કરી રહ્યો હોય તેવું તો જોવા મળી રહ્યું છે.

જયારે હવામાન વિભાગ વરસાદને લઈને આગાહી કરતા એવું જણાવ્યું છે કે ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યૂલેશન ઉભું થયું છે જેના લીધે આજે અને આવતી કાલે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.આ સાથે થોડું પવનનું પણ જોર જોવા મળી શકે છે.આવી સ્થિતિમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને આગામી બે દિવસ દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે.

જોવામાં આવે તો વરસાદ ખાસ કરીને અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા,પાટણ, સાબરકાંઠા ભારે પડતો જોવા મળી શકે છે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ સામાન્યથી ભારે વરસાદ પડી શકે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.જયારે આ બે દિવસના વરસાદી માહોલ પછી આગમી પાંચ દિવસ વરસાદ નહીવત જોવા મળી શકે છે.

એવું પણ કહેવામાં આવે છે કે હાલમાં ગુજરાતમાં 29 ટકા જેટલો વરસાદ વરસી પણ ગયો છે.જે ઘણો સારો માનવામાં આવે છે.જયારે ગત દિવસે પડેલા અવર્સદની વાત કરવામાં આવે તો તેમાં ખેડા અને કાલાવાડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો,જયારે માંડલમાં 2.5 ઈંચ વરસાદ તો રાજકોટમાં પણ પોણા બે ઈંચ વરસાદ પડી ગયો છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોમાં 22 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પણ નોંધાયો હતો. જેમાં મહુવામાં બે કલાકમાં 1.65 ઈંચ સાથે કુલ 2.48 ઈંચ વરસાદ ખાબક્યો હતો.જયારે આજે પણ ઘણા વિસ્તારોમાં ભારે અવર્સાદ પડતો જોવા મળી શકે છે.જેમાં અમદાવાદમાં ખાસ કરીને ભારે વરસાદનું જોર જોવા મળી શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો તેમાં ભાવનગર,અમરેલી,દ્વારકા,પોરબંદરમાં સામાન્ય અવર્સાદ પડતો જોવા મળશે.રાજ્યમાં સારો વરસાદ થવાની સાથે જ ખેડૂતોએ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ પણ કરી નાખ્યો છે.જયારે ચાલુ વર્ષે ખેડૂતોએ ખરીફ પાકમાં કપાસ અને મગફળીનું વાવેતર વધારે કર્યું હોવાનું સામે આવી રહ્યું છે.રાજ્યમાં અત્યાર સુધી 99 હજાર 382 હેક્ટરમાં ખેડૂતોએ સૌથી વધુ કપાસનું વાવેતર કર્યું છે.

ખાસ કરીને દરિયાઈ વિસ્તારના માછીમારોને આગમી બે દિવસ માટે સાવચેતી રાખવી આગાહી કરવામાં આવી છે.જયારે આ વિસ્તારોમાં આશરે 60 કિમી સુધીનો પવન પણ ફૂંકાતો જોવા મળી શકે છે.હાલમાં તો માંડવી,દીવ,ઓખા અને જખઉના દરિયામાં ભારે પવનને કારણે 3 થી 4 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે.હવામાન વિભાગ મુજબ રાજ્યમાં બે દિવસ ભારે અવર્સદનું જોર રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *