ગુજરાત પહોંચતા ચોમાસાનું ઝોર ઘટ્યું, છતાં પણ આટલા વિસ્તારમાં વરસાદની આગાહી - Jan Avaj News

ગુજરાત પહોંચતા ચોમાસાનું ઝોર ઘટ્યું, છતાં પણ આટલા વિસ્તારમાં વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાને લઇને મહત્વના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં આવતા ચોમાસાનું જોર ઘટ્યું છે. હવામાન ખાતાના મનોરમા મોહન્તીએ કહ્યું કે 14 જૂન સુધીમાં 25 MMને બદલે 12 MM જ વરસાદ થયો છે. એવામાં હવે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર આગામી 16થી 18 જૂન સુધીમાં દરિયાઇ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે 5 દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.વરસાદની આગાહીને લઇને બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

16 થી 18 જૂન દરમિયાન ક્યાં ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ? : વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ રહેશે. અમરેલી ભાવનગરમાં સામાન્ય વરસાદની સંભાવના. 5 દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *